• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સાબર બની સાગર , મહીમાં વધુ 1.5 લાખ ક્યુસેક પાણી ઠલવાયું

સાબર બની સાગર , મહીમાં વધુ 1.5 લાખ ક્યુસેક પાણી ઠલવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ / ખોરવાડ પ્રતાપપુરામાં મહિસાગર નદીના પાણી ઘૂસી જતા ભારે ખતરો

પેટલાદ /સોજીત્રાનાં ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનો પાક નિષ્ફળ થવાની ભીંતી

ચારો કોર પાણી પાણી | હજારો હેક્ટર વાવેતર ખરાબ થવાની ધરતીપુત્રોને ચિંતા

ઉપરવાસમાંથઇ રહેલા ભારે વરસાદાને પગલે ચરોતર પંથકમાં નહીંવત વરસાદ હોવા છતાં લોકમાતા સાબરમતી નદી બુધવાર રાતથી વિકરાળ સ્વરુપ ધારણ કરી ધસમસી રહી હોવાથી તારાપુર અને ખંભાત તાલુકાના 14 ગામો ઉપર પૂરનો ખતરો ગંભીર બન્યો છે. જેમાં મંગળવાર રાત્રે 11 વાગ્યે ગલીયાણા બ્રીજ 12.5 ફુટની સપાટી વટાવતા તારાપુર બગોદરા રોડ બંધ કરાયો હતો.

જ્યારે બુધવાર સવારે વાત્રક, શેઢી અને વાસણા બેરેજમાંથી વધુ એક 1.20 લાખ કયુસેક પાણી છોડતાં સાબરમતીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. સાબરમતી નદીના પૂરના પાણી બુધવારે રીંઝા, નભોઇ, ગોલાણા અને ગલીયાણાની ચોતરફ ફરી વળ્યા છે. જેના કારણે ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. જો કે ગામના લોકો સુરક્ષિત છે. જોકે, વહીવટી તંત્ર પૂરતાં બંદોબસ્ત સાથે તમામ ગામો પર નજર રાખી રહ્યું છે.

સાબરમતી નદીમાં મંગળવાર બપોરે 1.43 લાખ ક્યુસેક પાણી છોડાયું હતુ જ્યારે બુધવારના રોજ સવારના 10.00 વાગ્યા બાદ વાસણા બેરેજમાંથી 68 હજાર ક્યુસેક તથા વાત્રક અને શેઢી નદીમાં મળીને કુલ 1.20 લાખ ક્યુસેક પાણી છોડાયું છે જેના પગલે આગામી 10 કલાક સુધી તારાપુર અને ખંભાત તાલુકાના 14 ગામો પર ખતરો મંડરાઇ રહ્યો છે. ખંભાત તાલુકાના ગોળના-ગાલિયાણાના 12 કિમીના સીમ વિસ્તારમાં સાબરમતી નદીથી મોટા પ્રમાણમાં પાકને નુકશાન થયું છે. ઘૂઘવતા નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં પણ ઘુસી જતા સ્થાનિકોએ ખેતરોમાં ઘર બનાવી રહેતા લોકોએ ઘર વખરી તેમજ ખેતીના સાધનો-ટ્રેક્ટર-ગાડું મૂકી સલામત સ્થળાંતર કર્યું છે. વિસ્તારમાં સરકારી ટીમ પહોચી નથી. બીજી બાજુ ગોલાણા-મીતલી તેમજ ગલિયાણા માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે.

તારાપુર-ખંભાત તાલુકાના ગામોમાં ગંભીર સ્થિતિ :રીંઝા,નભોઇ, ગોલાણા અને ગલિયાણ સહિતના ગામોમાં પુરના પાણીની ઘુમરી

ખંભાત

ગલિયાણા પુલની બિસ્માર હાલત

ગલિયાણા પુલ ઓવરફ્લો નજીક

આણંદ અને અમદાવાદ જિલ્લાને જોડતો ગલિયાણા પુલ અંગ્રેજોના સમયમાં બનેલો છે. તેના પરના રોજના 25000 વાહનો પસાર થાય છે. તેની હાલત બગડતા 2010 માં પુલની નીચે લોખંડના ટેકા મૂકવામાં આવ્યા હતા. જ્યારે 2011 માં તેની બાજુમાં નવો પુલ બનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ 2017ના મધ્ય સુધી પુલ બની શકયો નથી. આમ પુલની હાલત ખરાબ છે. પુલ પરના ડામરના રોડ પર ખાડા પડેલા છે. વરસો પુરાણા જર્જીરત પુલ જોખમી છે. બીજી બાજુ ખંભાતના નદીકાંઠાના ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા સ્થાનિક ધારાસભ્ય સહિતના અધિકારીઓએ સ્થિિતનું નિરીક્ષણ કર્યું હતું.તસવીર-પંકજ પટેલ

પરિસ્થિતિને પહોચી વળવા તંત્ર સક્ષમ

હાલ સ્થિતિ નિયંત્રણમાં છે

^ખંભાત-તારાપુર તાલુકામાં સાબરમતી નદીમાંથી છોડાયેલાં પાણીના કારણે કેટલાંક ગામોની સ્થિતી ગંભીર બની છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા જનજીવનને ભારે અસર પહોંચી છે. જોકે કોઈ અત્યાર સુધી જાનહાની થઇ નથી. કોઇપણ પરિસ્થિતિને પહોચી વળવા તંત્ર સક્ષમ છે. > જે.એસ.દેસાઇ,ઇન્ચાર્જમામલતદાર

^ખંભાત અને તારાપુર તાલુકાના સાબરમતી નદી કિનારાના 14 ગામોમાં એકંદરે પરિસ્થિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. સાબરમતી નદીના પૂરના પાણી ખેતરો તથા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા છે. હાલમાં કોઇ સ્થળાંતર કરવામાં આવ્યું નથી. ગોલાણા-મીતલી માર્ગ પર પાણી ભરવાને કારણે સાવચેતીના ભાગ‌ રુપે બંધ કરવામાં આવ્યો છે. > દેવાંગીદેસાઇ, પ્રાંતઅધિકારી

^ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે હાલમાં કડાણા ડેમ ઓવરફ્લો થયો છે. જેને કારણે બપોરે ત્રણ વાગ્યા બાદ 55 હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું. તદુપરાંત અવિરત વરસાદને પગલે મોડી રાત્રે પણ 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. > આર.એફ.ગરાસીયા, એડીશ્નલઆસિસ્ટન્ટ એન્જિનિયર

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે કડાણા ડેમ ઓવરફ્લો

ઉમરેઠ તાલુકાના ખોરવાડ પ્રતાપપુરા ગામ પાસે પસાર થતી મહીસાગર નદીમાં દિવસથી વરસી રહેલ અવીરત વરસાદ તથા ઉપરથી છોડવામાં આવેલ પાણીના કારણે જળસ્તર ઉંચુ આવી ગયું છે, હાલમાં બન્ને કાઠે થઇને પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે કે ભારે વરસાદ થાય તો ખોરવાડ પ્રતાપપુર અને કાંઠાના નીચાણમા આવેલા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતાઓથી રહીશોમાં ભય છે. અંગે ઉમરેઠ મામલતદાર એ.એ.પટેલએ જણાવ્યું કે, ઉમરેઠ તાલુકાના નદી કાંઠાના ગામોના રહીશોએ અફવાથી ગેરમાર્ગે દોરાવુ નહી.

સોજીત્રા પંથકમાં છેલ્લા એક સપ્તાહથી છૂટોછવાયો વરસાદ થતાં ચારેક ઇંચ વરસાદ નોંધાયો છે. તેના પગલે અહીં આવેલ ડાંગરની કયારીઓ તથા ખેતરોમાં પાણી ઘૂસી ગયાં છે.તેના કારણે ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતોને સતાવી રહી છે. સોજીત્રા પંથકમાં ગતવર્ષ કરતાં ચાલુવર્ષે ડાંગરનું વાવેતર વધુ થયું હતંુ.જેમાં 10634 હેકટરમાં વાવેતર થયું છે.પરંતુ નીંચાણવાળા ગામો જેવાકે ડભોઉ,લીંબાસી,બાલિન્ટા, સહિત કયારીઓ અને ખેતરમાં પાણી ભરાઇ જતાં ડંાગરનો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે.સતત પાંચ દિવસથી પાણી ભરાઇ રહેતા ડાંગરના પાક ઢળી પટયો છે. આથી ભારે નુકસાન થવાનો ભય છેે.

ગામો સંપર્ક વિહોણા બન્યા | વાસણા બેરેજ-વાત્રક, શેઢી નદીમાંથી વધુ 1.20 લાખ ક્યુસેક પાણી છોડાતા ચિંતા વધી

અન્ય સમાચારો પણ છે...