• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 148 કેન્દ્ર પર 1,15,800 વિદ્યાર્થી ધો.10 12 બોર્ડની પરીક્ષા આપશે

148 કેન્દ્ર પર 1,15,800 વિદ્યાર્થી ધો.10-12 બોર્ડની પરીક્ષા આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 15મી માર્ચથી એસએસસી અને એચએસસીની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઇ રહી છે. જેમાં આણંદ જિલ્લામાં ધો.10માં 39,696, ધો.12 સામાન્ય પ્રવાહમાં 16,116 વિજ્ઞાન પ્રવાહમાં 5855 મળી કુલ 61667 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દો.10ની પરીક્ષા માટે આણંદ, પેટલાદના બે ઝોન તથા ધો.12ની પરીક્ષા માટે એક ઝોનની રચના કરી છે. ખેડા િજલ્લામાં SSCની પરીક્ષા 36 કેન્દ્રોના 110 સ્થળો અને 1300 બ્લોક પરથી પરીક્ષા લેવામાં આવશે.

શાળાની 200 મીટરમાં 144ની કલમ લાગુ

^ SSC અને HSC બોર્ડની પરીક્ષામાં િજલ્લાના 69 પરીક્ષાર્થીઓ લહિયાની મદદથી પરીક્ષા આપશે. જેમાં ધો. 10 માં 29 પ્રજ્ઞાચક્ષુ, 1 લકવાગ્રસ્ત, 3 મંદબુધ્ધિ, 4 અકસ્માતના કારણે અને 6 દિવ્યાંગ (અપંગતા) વિદ્યાર્થીઓ , ધો.12 સામાન્ય પ્રવાહમાં 19 પ્રજ્ઞાચક્ષુ, 3 મંદબુધ્ધિ અને 1 દિવ્યાંગ વિદ્યાર્થી તેમજ વિજ્ઞાનપ્રવાહમાં 1 પ્રજ્ઞાચક્ષુ અને 2 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.> ડી.જી.પટેલ, જિલ્લાશિક્ષણાધિકારી, નડિયાદ

69 પરીક્ષાર્થી લહિયાની મદદથી પરીક્ષા આપશે

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી. જાડેજાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ અંતર્ગત 144ની કલમ લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં પરીક્ષાના દિવસે અને સમય દરમિયાન પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલી હોય તે શાળા સંચાલક મંડળના સભ્ય કે હોદ્દેદારો પણ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશી શકશે નહીં. ઉપરાંત દિવાલની 200 મીટરની ત્રિજ્યામાં આવેતા તમામ ઝેરોક્ષ મશીન સવારના 10થી સાંજના 6-00 વાગ્યા સુધી બંધ રાખવા પડશે.

સમગ્ર રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ચરોતરના 148 કેન્દ્ર પર વિદ્યાર્થીઓએ પરીક્ષાની બેઠક વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

ચરોતરમાં બોર્ડની પરિક્ષાની તૈયારી પૂર્ણ : આજથી પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...