તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ગેરલાયક ઠરેલા 4 અધ્યાપકોને યુનિ.માંથી ફરજમુકત કરાશે

ગેરલાયક ઠરેલા 4 અધ્યાપકોને યુનિ.માંથી ફરજમુકત કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરસ્થિત એસ.પી.યુનિવર્સિટીની ગુરુવારે યોજાયેલી સિન્ડિકેટ બેઠક સાડા ચાર કલાક ઉપરાંત સમય ચાલી હતી. આમછતાં એજન્ડાના 35 પૈકી 24 મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂર કરાયા હતા. જ્યારે એજન્ડાના બાકી રહેલા 11 મુદ્દાનો આગામી સિન્ડિકેટ બેઠકમાં સમાવેશ કરવામાં આવશે. સિન્ડિકેટ બેઠકમાં 26 પૈકી 19 સિન્ડિકેટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કોલેજના જોડાણ, ભરતી પ્રક્રિયા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે સિન્ડિકેટ બેઠકમાં એજન્ડાના 35 પૈકી 24 મુદ્દાઓ પર ચર્ચા કરીને મંજૂર કરવામાં આવ્યા હતા. અગાઉની સિન્ડિકેટ બેઠકમાં સિલેકશન કમિટીમાં ત્રણ સિન્ડિકેટ સભ્યોના સમાવેશ અંગે કરાયેલા ઠરાવને રાજ્યપાલ દ્વારા સ્થગિત કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલ પત્ર સિન્ડિકેટ બેઠકમાં રજૂ કરીને ચર્ચા કરાયા બાદ બહાલી અપાઇ હતી. તેમજ ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત ગેરલાયક ઠરેલા ચાર અધ્યાપકોને ફરજમુકત કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાંથી એસ.પી.યુનિવર્સિટીમાં સમાવેશ કરાયેલીકોલેજોના જોડાણ, આણંદ અને વિદ્યાનગરની કોલેજના જોડાણ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી મંજૂર કરાયા હતા. જોકે મેનેજમેન્ટ અને કોમર્સ ફેકલ્ટીના ડીનની નિમણૂંકનો મુદ્દો બાકાત રાખવામાં આવ્યો હતો. તેમજ એજન્ડાના બાકી રહેલા 11 મુદ્દાઓ પર આગામી સિન્ડિકેટ બેઠકમાં ચર્ચા કરાશે.\\\' નોંધનીય છે કે નવનિયુક્ત વાઇસ ચાન્સેલર ડો.શિરીષ કુલકર્ણીની ઉપસ્થિતિમાં મળેલી પ્રથમ સિન્ડિકેટ બેઠક નોનકોરમ રહી હતી.

સિન્ડિકેટ બેઠકમાં 35 પૈકી 24 મુદ્દાઓ મંજૂર કરાયા

એસપી યુનિવર્સિટીની સાડા ચાર કલાક ચાલેલી બેઠક

અન્ય સમાચારો પણ છે...