ડાકોરના ઠાકોરને 595 ધજા ચઢાવાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામડાકોરમાં ફાગણી પૂર્ણિમાના દર્શનાર્થે અમદાવાદ , આણંદ, પંચમહાલ સહિત રાજયભરમાંથી મોટીસંખ્યામાં પદયાત્રિસંઘો ધોળી ધજા સાથે આવ્યા હતા. ફાગણી પૂર્ણિમાના દિવસે રવિવારે, સોમવાર અને મંગળવારે વિવિધ સંઘો દ્વારા કુલ 595 ધજાઓ ચઢાવી હતી. સમયે ડાકોરમાં કોણ છે… રાજા રણછોડ…. નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.

સંદર્ભે ડાકોર રણછોડરાય મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું.કે ડાકોરમાં ફાગણી પૂર્ણિમાના દિવસે રાજાધિરાજા રણછોડરાય ભગવાનના દર્શનાર્થે શ્રધ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડયો હતો. ફાગણી પૂર્ણિમાના દર્શનાર્થે અમદાવાદ સહિત રાજયભર માંથી વિવિધ સંઘો ધજાઓ સાથે આવે છે. પૂનમના થી મંગળવાર સુધીમાં સંઘો દ્વારા કુલ 595 ધજાઓ ભગવાનને ચઢાવવામાં આવી હતી.જેમાં ભકતો દ્વારા રવિવારે બાવનગજની 14, નાની 200 ધજાઓ, સોમવારે બાવનગજની 41 અને નાની 277 ધજાઓ અને મંગળવારે બાવનગજની 7 અને નાની 47 ધજાઓ ચઢાવવામાં આવી હતી. ધજાઓની પૂજા અર્ચના બાદ ચઢાવવામાં આવી હતી.

સંઘોએ બાવનગજની 62 અને નાની 533 ધજા ચઢાવીને ધન્યતા અનુભવી

અન્ય સમાચારો પણ છે...