• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ધૂળેટી પર્વે ઈમરજન્સી કેસ આણંદમાં વધ્યા, ખેડામાં ઘટ્યા

ધૂળેટી પર્વે ઈમરજન્સી કેસ આણંદમાં વધ્યા, ખેડામાં ઘટ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોળીધૂળેટીના પર્વને લઇને ચરોતરમાં છેલ્લાં કેટલાંય વર્ષો કરતાં ચાલુ વર્ષ દરમિયાન ઈમરજન્સી કેસમાં 17 થી 20 ટકાનો વધારો રહે તેવી સંભાવના જી.વી.કે. ઈ.એમ. આર.આઈ.108 ના સત્તાવાર સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ નોંધનીય બાબત છે કે, ગત વર્ષની સરખામણીએ આણંદ જિલ્લામાં ઈમરજન્સી કેસમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ ખેડામાં પ્રમાણ નહીંવત ઘટ્યું છે. આણંદમાં બે દિવસ દરમિયાન કુલ 87 અને ખેડામાં 57 કેસ નોંધાયા હતા.

આણંદ જિલ્લામાં સામાન્ય દિવસોમાં ઈમરજન્સીના સરેરાશ 65 કેસ નોંધાતા હોય છે. જોકે, હોળી અને ધુળેટીના સમયે અનુક્રમે 67 અને 75 કેસ નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી.

જેમાં આણંદમાં બે િદવસ દરમિયાન પેટમાં દુખાવાના 4, હૃદય સંબંધી 2, ખેંચ આવવાના 2, તાવના 2, બળવાના બનાવમાં એક, ઝેર પીવાના એક, પ્રેગનેન્સી સંબંધિત 29, શ્વાછોશ્વાસના 3, વાહન સંબંધિત અકસ્માતના 29 અને સામાન્ય અકસ્માતના 8, બેભાન થવાના 3 અને અન્ય 3 કેસ નોંધાયા હતા. રીતે ખેડા જિલ્લામાં સામે માત્ર 57 કેસ નોંધાયા હતા.

જિલ્લામાં હોળી-ધુળેટી પર 87 કેસ જ્યારે ખેડામાં 57 કેસ

અન્ય સમાચારો પણ છે...