તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ નગરપાલિકાના ટ્રેક્ટરે વૃદ્ધાને કચડી નાંખતાં કરુણ મોત

આણંદ નગરપાલિકાના ટ્રેક્ટરે વૃદ્ધાને કચડી નાંખતાં કરુણ મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાકરોલનળી પાસે સીતારામ કોમ્પ્લેકસ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે ટ્રેકટર ફરી રહ્યું હતું. ટ્રેકટર ચાલકે ઢાળ ઉપર ટ્રેકટર ચઢાવતાં અચાનક પાછુ પડતાં ખુરશીમાં બેઠેલ વૃદ્ધા કચડાઇ જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ઼.આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, બાકરોલ સીતારામ કોમ્પ્લેકસ વિસ્તારમાં રહેતા જડાબેન ગરબડદાસ પરમાર (ઉ.વ.61) પોતના ઘરની બહાર ખુરશી નાખીને બેઠા હતાં. સમયે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે પાલિકાનું ટ્રેકટર ફરી રહ્યું હતું. ટ્રેકટર ચાલકે ઢાળ ઉપર ટ્રેકટર ચઢાવ્યું હતું. અચાનક ઢાળ પરથી ટ્રેકટર પાછુ પડતાં ટ્રેકટરની ટ્રોલીના ટાયર જડાબેન પર ફરી વળતાં તેઓને શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં વિદ્યાનગર પોલીસે ઘટના સ્થળે દોડી ગઇ હતી. ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બાકરોલમાં ઢાળ પરથી ટ્રેકટર પાછુ પડતાં અકસ્માત

બાકરોલમાં ટ્રેક્ટર ઢાળ પરથી પાછું પડતાં વૃદ્ધા કચડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...