તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વિદ્યાનગરમાં ખુલ્લા મકાનમાં ~ 1.13 લાખની મત્તા ચોરાઇ

વિદ્યાનગરમાં ખુલ્લા મકાનમાં ~ 1.13 લાખની મત્તા ચોરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરઇશ્કોન મંિદર પાસે આવેલ એપાર્ટમેન્ટમાં એક ખુલ્લા મકાનમાંથી શનિવાર સવારે કોઇ શખસ બે મોબાઇલ સહિત 1.13 લાખની મત્તા ચોરી કરીને લઇ ગયો હતો. અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર વિદ્યાનગર ઇશ્કોન મંદિર પાસે પ્રથમ પ્રેસ્ટીજ એપાર્ટમેન્ટમાં 301 નંબરના મકાનમાં લોકેશ વિનાેદભાઇ ભટ્ટ રહે છે. શનિવાર સવારે 8 વાગ્યાના અરસામાં લોકેશ સામેના મકાનમાં ચ્હા પીવા માટે ગયા હતા. તે તકનો લાભ કોઇ શખસ તેમના ખુલ્લા મકાનમાં ઘૂસીને ટેબલ પર મુકેલા બે મોબાઇલ કિંમત રૂ.13 હજાર તથા એક થેલામાં ભરેલા રોકડા રૂ.1 લાખ મળીને કુલ 1.13 લાખની મત્તા ચોરી કરીને લઇ ગયો હતો. લોકેશભાઈ 8.30 કલાકે પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારે ટેબલ પર મોબાઇલ અને 1 ભરેલો થેલો ગાયબ થઇ ગયો હતો. આમ દિન દહાડે કોઇ શખસ ઘરમાં ઘૂસીને ચોરી કરીને લઇ જતાં એપાર્ટમેન્ટમાં ફફળાટ વ્યાપી ગયો છે. અંગે લોકેશભાઈ વિનોદભાઈ ભટ્ટે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આમ છેલ્લા કેટલાક સમયથી આણંદ પંથકમાં ચોરીના બનાવોમાં ઘટાડો નોંધાયો હતો. દિવાળી પહેલાં મોટી ચોરીઓના બનાવો નોંધાયા હતા. પુનઃ ચોર ટોળકીઓ સક્રિય બની છે. જેને કારણે ચોરીના બનાવો વધી રહ્યા છે.

પડોશમાં ચ્હા પીવા જવાનું મકાન માલિકને મોઘું પડ્યું

દિન દહાડે ઇસમ ઘરમાં ઘૂસીને ચોરી કરી પલાયન

અન્ય સમાચારો પણ છે...