તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • દૂધ મંડળીના સભાસદોને બેંકમાં ખાતા ખોલાવવા સમજ અપાઇ

દૂધ મંડળીના સભાસદોને બેંકમાં ખાતા ખોલાવવા સમજ અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારદ્વારા પાંચ સો અને એક હજારની ચલણી નોટ બંધ કરવામાં આવતાં ગ્રામ્ય દૂધ મંડળીઓમાં દૂધ ઉત્પાદકોને દૂધના નાણાં ચૂકવવાનો પ્રશ્ન ઉભો થયો હતો. જેથી તમામ દૂધ ઉત્પાદકોને દૂધના નાણાં સીધા તેમના બેંકના ખાતામાં જમા કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અમૂલ ડેરીમાં દૂધ ભરતી 1200 ઉપરાંત ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરીને બેંકમાં ખાતા ખોલાવવા વિશે શનિવારે સમજ આપવામાં આવી હતી.

અમૂલમાં શનિવારે યોજાયેલી બેઠક વિશે ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે ‘બેઠકમાં ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરીને બેંકમાં ખાતા ના હોય તેવા સભાસદોના ખાતા ખોલાવવા વિશે સમજ આપવામાં આવી હતી. સભાસદોને ત્રણ બેંકના વિકલ્પ આપવામાં આવ્યા હતા. હવે દૂધના નાણાં સીધા દૂધ ઉત્પાદકોના બેંકના ખાતામાં જમા કરાવવામાં આવશે. જેથી દૂધ ઉત્પાદકો પોતાની જરૂરિયાત મુજબ બેંકમાંથી નાણાં ઉપાડી શકશે.’ બેઠકમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમ, ખેડા જિલ્લા સહકારી મધ્યસ્થ બેંક લિ.ના ધીરુભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

અમૂલમાં દૂધ ભરતા સભાસદો હાજર રહ્યાં

1200 મંડળીના ચેરમેન-સેક્રેટરી ઉપસ્થિત રહ્યાં

અન્ય સમાચારો પણ છે...