તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી 4 શખસ ફરાર

વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી 4 શખસ ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ-લાંભવેલ રોડ પર બોરીઆવી સીમમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલ વૃદ્ધાના ગળામાં રિક્ષાચાલક સહિત ચાર શખસોએ સોનાની ચેઇન આંચકી લઇને વૃદ્ધાને રિક્ષામાંથી ઉતારી મુકી ફરાર થઇ ગયા હતા. અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, પેટલાદ તાલુકાના સુંદરણા ગામે નવી ખડકીમાં રહેેતાં સરલાબેન બાબુભાઈ પટેલ (ઉ.વ.61) ગત તા. 15મીના લાંભવેલ ગામે આયુર્વેદિક દવાખાનામાં દવા લેવા માટે ગયા હતા. અને દવા લીધા બાદ તેઓ બોરીઆવી ખાતે પોતાની બહેનના ઘરે જવા માટે લાંભવેલ રોડ પરથી ચાલતા પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી રિક્ષા લઇને આવેલા ચાર અજાણ્યા શખસે માસી ક્યાં જવું છે તેવું કહેતા સરલાબેને કહ્યું હતું કે તેઓને કિર્તન બંગ્લોઝ જવું હતું જેથી તેઓને રિક્ષામાં બેસાડ્યા હતા. તે સમયે રિક્ષાની પાછળ ત્રણ શખસો બેઠેલા હતા. અને કિર્તન બંગ્લોઝ આવતાં રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખવાને બદલે પૂરઝડપે હકારી હતી તેથી સરલાબેને રિક્ષા ઉભી રાખવાનું કહેતાં બોરીઆવી નજીક સરલાબેનના ગળામાંથી સોનાના દોરો દોઢ તોલાનો રૂ.20 હજારનો આંચકી લઇને તેઓને રિક્ષામાંથી ઉતારી મુકયા હતા.

ત્યારબાદ રિક્ષાચાલક સહિત ચારેય શખસો ફરાર થઇ ગયા હતા. અંગે સરલાબેન બાબુભાઇ પટેલે આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે ચોરીનોગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રિક્ષામાંથી મુસાફર તરીકે બેસાડી પોત પ્રકાશ્યું

બોરીઆવી સીમમાં બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...