• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં સિવિલનું બબ્બેવાર ખાતમૂહુર્ત થવા છતાં કામગીરી દોઢ વર્ષથી ટલ્લે ચઢી

આણંદમાં સિવિલનું બબ્બેવાર ખાતમૂહુર્ત થવા છતાં કામગીરી દોઢ વર્ષથી ટલ્લે ચઢી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

4 હેકટરની જરૂરીયાત સામે નાવલીમાં માત્ર 1 હેકટર ફળવાતા પ્રશ્ન ઠેર નો ઠેર
આણંદ શહેર અને જિલ્લાની જનતાને સિવિલ હોસ્પિટલની સુવિધા પુરી પાડવાની વાત હતી . છેલ્લા ચાર એક વર્ષથી ચાલી રહી છે. તો વળી જાગૃત નાગરિકો છેલ્લા દસ વર્ષથી સિવિલના પ્રશ્ને સરકાર સમક્ષ લડી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા પણ આણંદ જિલ્લાના વિકાસની ધરાર અવગણના કરવામાં આવતી હોય તેમ સિવિલ બાબતે ઉદાસીનતા દાખવી રહી છે.તંત્ર દ્વારા આણંદ શહેરની વ્યાયામ શાળાની જમીન પણ ફાળવી હતી.ત્યારે આઠ એક માસ અગાઉ મુખ્યમંત્રીએ વિદ્યાનગર ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રા દિનની ઉજવણી પ્રસંગે ઓનલાઇન ખાત મૂર્હત કરવામાં આવ્યું હતું સ્થાનિક નેતાઓની મેલી મુરાદને કારણે આ જગ્યાઅે પણ કામ અટકી પડ્યું હતું આ વખતે નાવલી ચરામાં ફાળવેલી જગ્યા પુરતી ન હોવાથી પુન: સિવિલિનું કામ ખોરંભે પડ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં અન્ય જગ્યાએ જમીન ફાળવવાની શક્યતાઓ તપાસી પરંતુ હાલમાં કોઇ જમીન ધ્યાને આવતી નથી અને નાવલીમાં વધુ જગ્યા ફાળવી શકાય તેવી શક્યતા ન હોવાથી સિવિલ હોસ્પિટલનું કામ પુન:ખોરંભે પડ્યું છે,

વિધાનસભાની ચંૂટણી વખતે રાજકીય લાભ ખાટવા માટે આણંદ ટાઉન હોલમાં મળેલા કોગી સંમેલનમાં પ્રદેશ પ્રમુખ ભરતસોલંકીએ પણ આણંદમાં સિવિલ નહી બને તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. તેમજ આણંદના કોગ્રેસના ધારાસભ્ય પણ ચંૂટણીમાં પોતાનો રોટલો શકાઇ ગયા બાદ સિવિલ બાબતે ચૂપકીદી સેવી રહ્યા છે.

પૂરતી જગ્યા ન હોવાનો રીપોટ
વિધાનસભાની ચૂંટણી અગાઉ ખાતમર્હુત કરવામાં આવ્યું હતું.પરંતુ પ્રોજેકટ ઇમ્પાલીટેશન ટીમે નાવલી ચરામાં આવેલ જગ્યાએ તપાસ કરી હતી.જેમાં આ જગ્યામાં સિવિલ હોસ્પિટલ બની શકે પરંતુ સ્ટાફ માટે કવાર્ટસ, નર્સીંગ કોલેજ અને મેડીકલ કોલેજ ,લેબોરેટરી ટેસ્ટી ભવન ,પાર્કીગ અને અન્ય સુવિધા માટે જગ્યો પુરતી ન હોવાનો રીપોટ કલેકટર મોકલી આપ્યો હતો.સિવિલ આનુષગી સેવાઓ માટે હોસ્પિટલ નજીક જગ્યા હોવી જોઇએ તે નથી.

કામગીરીનો નિર્ણય ગાંધીનગર કક્ષાએથી લેવાય છે
પેટલાદ સિવિલ હોસ્પિટલના ડો. કુંપાવતે જણાવ્યું હતું કે, સિવિલના બાંધકામ બાબતે ગાંધીનગરથી નિર્ણય લેવાય છે. અમને કાંઇ ખબર નથી અમારે તો સિવિલ બની ગયા પછી તેના સંચાલનની જવાબદારી હોય છે.

અન્ય સમાચારો પણ છે...