• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • તમાકુની બનાવટ પર 28 %, ખરીદ વેચાણ પર 5 % GSTના પગલે વેપારીઓમાં ચિંતા

તમાકુની બનાવટ પર 28 %, ખરીદ-વેચાણ પર 5 % GSTના પગલે વેપારીઓમાં ચિંતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચરોતર પંથકમાં દેશની 90 ટકા જેટલી તમાકુનું ઉત્પાદન થાય છે. પરંતુ સરકારે તમાકુની બનાવટોમાં 28 ટકા જીએસટી લાગુ કર્યો છે. જ્યારે તમાકુની ખરીદી વેચાણ પર 5 ટકા જીએસટી લગાવવામાં આવે છે. જેના કારણે તમાકુની ખરીદી કરતાં વેપારીઓ અને દલાલો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

આણંદ પંથકમાં તમાકુની ખરીદી કરતા વેપારીઓ અને દલાલો ચાલુ વર્ષે 5 ટકા તમાકુની ખરીદી અને વેચાણ પર જીએસટી લાગુ કર્યો હોવાથી તમાકુ ખરીદવી તેની મૂંઝવણ અનુભવી રહ્યા છે. આણંદ પંથકમાં 50 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં દેશી તમાકુનું વાવેતર થાય છે. જે પાક તૈયાર થવા આવ્યો છે. પરંતુ સરકારે તમાકુની બનાવટો પર 28 ટકા જીએસટી લાગુ કરતા મોટાભાગના ધંધા ઠપ્પ થઇ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જેના કારણે કલકત્તા અને અન્ય શહેરોમાં જથ્થાબંધ તમાકુ ખરીદતા મોટા વેપારીઓ આ વખતે તમાકુ ન ખરીદે તો ખેડૂતોને માર પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આણંદ પંથકમાં વેપારીઓ દ્વારા તમાકુની ખરીદી કરવા માટે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આણંદ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દલાલો તમાકુની ખરીદી કરીને પહોંચાડતાં હોય છે. પરંતુ સરકારે ખરીદ-વેચાણ પણ 8 ટકા જીએસટી લાગુ કર્યો હોવાથી દલાલો અને નાના વેપારીઓને નુકશાન જવાની ભીતિ વર્તાઇ રહી છે. કેટલાક વેપારીઓ પાસે ગત વર્ષે ખરીદેલી તમાકુનો સ્ટોક છે. નવો સ્ટોક ખરીદે તો તેઓને આ માલ ક્યાં વેચવો તે પ્રશ્ન થઇ પડે તેમ છે. જેને લઇને વેપારીઓ દલાલો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

તમાકુની ખરીદી ે મોડી થાય તેવી સંભાવના
પેટલાદ ખરીદ સંઘ સાથે જોડાયેલા તેજસ પટેલે જણાવ્યું હતું કે ચરોતરમાં વેપારીઓની કોઇ બેઠક થઇ નથી. પરંતુ 5 ટકા જીએસટીને લઇને વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે. જેથી તમાકુની ખરીદી આ વખતે મોડી થાય તેવી સંભાવનાઓ છે.

અન્ય સમાચારો પણ છે...