• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • N.V પટેલ કોલેજ દ્વારા ડિજિટલ માર્કેટિંગ અંગેનો સેમિનાર યોજાયો

N.V પટેલ કોલેજ દ્વારા ડિજિટલ માર્કેટિંગ અંગેનો સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | નટુભાઈ વી પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપલાઇડ સાયન્સિસ, વલ્લભ વિદ્યાનગર દ્વારા ‘ડિજિટલ માર્કેટિંગ ફોર પ્રોફેશનલ ગ્રોથ’ ટોપિક પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સુરતના ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ ભૌતિક શેઠે જણાવ્યું હતું કે આજે 460 મિલિયન ઇન્ટરનેટ યુઝર્સ ભારતમાં છે અને 2022 સુધી તે સંખ્યા 492 મિલિયન થઇ જશે.

પલાણા સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવ યોજાયો
નડિયાદ | પલાણા ગામે આવેલા અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે અગિયારમો પાટોતસવ યોજાયો હતો. આ પ્રસંગે મહાપૂજા, સત્સંગ સબા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાધુ સર્વમંગલદાસ સહિત સંતો, હરિભક્તો વિગેરે હાજર રહ્યાં હતાં.

નડિયાદની ટીજે પટેલ કોલેજ દ્વારા કાર્યક્રમ
નડિયાદ | શહેરની ટીજે વિષ્ણુ કોમર્સ કોલેજ દ્વારા બિઝનેશ કાબીલનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં એડવર્ટાઇઝીંગ, માર્કેટીંગ, સેલ્સમેનશીપ સહિતની બાબતો સમજાવવા બાબતે નડિયાદના વિવિધ વિસ્તારમાં સ્ટોલ પણ બનાવવામાં આવ્યાં હતાં.

સંતરામ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલનો શૈક્ષણિક પ્રવાસ
નડિયાદ | શહેરની સંતરામ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલ તથા સંતરામ શિશુવાટીકાના નાના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ ગાંધીનગર ગાર્ડન તથા અક્ષરધામ ખાતે યોજાયો હતો. જેમાં એક સો જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર પ્રવાસનું સંચાલન સંત નિર્ગુણદાસજી મહારાજે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...