તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બ્રિટીશ ઈમિગ્રેશનના નામે વિઝાની બોગસ ફાઈલ તૈયાર કરનારો ગઠિયો ઝડપાયો

બ્રિટીશ ઈમિગ્રેશનના નામે વિઝાની બોગસ ફાઈલ તૈયાર કરનારો ગઠિયો ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદનાબે શખ્સો આર્યસ કેરીયર લિ. નામે ઓફિસ રાખી યુ.કે.માં ડ્રીમ પ્લેનેટના નામે બોગસ એજન્સી મારફતે લોકોને વિઝા અપાવી ઠગાઈ આચરતા હતા જેની જાણ બ્રિટીશ ઈમિગ્રેશનના સત્તાધીશોને થતાં તેમણે પેટલાદ પોલીસ મથકે ભરતભાઈ પટેલ અને ભાવિનભાઈ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત તપાસ કરી રહેલી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભાવિનભાઈ પટેલને પેટલાદના ફાંગણી ગામેથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી.

મુંબઈ ખાતેની યુ.કે. ઈમિગ્રેશનમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા એરન પીટર રીચર્ડસ લિન્ડોએ બે માસ અગાઉ પેટલાદ પોલીસ મથકે બે શખ્સો ભરતભાઈ અને ભાવિનભાઈ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, બંને શખ્સોએ પેટલાદમાં આર્યસ કેરિયર લિ. નામે ઓફિસ રાખી હતી. તેઓએ યુ.કે.ની ડ્રીમ પ્લેનેટ એજન્સી મારફતે ઈસરામાના રહેવાસી અલ્પેશભાઈ પટેલ તેમજ તેમના પરિવારની વિઝાની ફાઈલ તૈયાર કરી વ્યકિતદીઠ રૂા. સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા. વધુમાં તેમને મુંબઈ યુ.કે. એમ્બેસીમાં ઈન્ટર્વ્યૂ માટે મોકલ્યા હતા. બ્રિટીશ ડેપ્યુટી હાઈકમિશનના ઓફિસર એરન એડ્રયુ રીચર્ડ પીટર લિન્ડોપે મામલે તપાસ કરી હતી જેમાં યુ.કે.માં ડ્રીમ પ્લેનેટ નામે કોઈ એજન્સી હોવાનું બહાર આવ્યું હતું. આથી, પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સંદર્ભે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર હરેશ વોરાએ બાતમીદારોને સક્રિય કર્યા હતા. પરંતુ બીજી તરફ, બંને શખ્સો ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા અને તેમણે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે કોર્ટે નામંજૂર કરી હતી. દરમિયાન, બાતમીદારો દ્વારા પોલીસને બે પૈકીનો એક શખ્સ ભાવિનભાઈ પટેલ તેની સાસરી ફાંગણીમાં ગુરૂવારે મધરાત્રે આવ્યો હોવાની બાતમી મળતા તેને ત્યાંથી દબોચી લીધો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ અર્થે 3 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...