તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતા કર્મીઓનો વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતા કર્મીઓનો વિરોધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ જિલ્લા પંચાયતના ફિકસ પગારદારોએ બાયોં ચઢાવી

આણંદમાં 230 કર્મીઓની હડતાળ

ઠાસરામાં કર્મચારીઓનું તંત્રને આવેદનપત્ર

ખેડાજિલ્લા ગ્રામ વિકાસ અેજન્સી અને તાલુકામાં આવેલી તેને સંલગ્ન કચેરીઓમાં ફરજ બજાવતા 600થી વધુ કર્મચારીઓની પડતર માગણીઓને લઇને નડિયાદના સરદાર ભવન પાસેના કમ્પાઉન્ડમાં એકત્રિત થઇને ભારે વિરોધ વ્યકત કર્યો હતો. તેમજ બાબતે જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો, આગામી 15 દિવસમાં રેલી યોજી,ધરણા કરીને વિરોધ વ્યકત કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

અંગેની વધુ માહિતી આપતાં અગિયાર મહિનાના કોન્ટ્રાકટ પર ફરજ બજાવતાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ અેજન્સી અને દરેક તાલુકા કક્ષાએ આવેલી તાલુકા પંચાયતની કચેરીઓમાં અમે ફરજ બજાવીએ છીએ અંદાજે 600 જેટલા કર્મચારીઓને કામ કરાવવામં આવે છે પરંતુ તેઓને સમાન કામના બદલામાં સમાન વેતન આપવામાં આવતું નથી. સરકારની જુદી જુદી યોજનાઓના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે અમે રાત દિવસ કામ કરી રહ્યાં છે. તેમછતાં પણઅમારા પગાર વધારાની કોઇ વાત કરવામાં આવતી નથી. માત્ર ફિકસ પગારમાં કામ ચલાવવામાં આવી રહ્યાં છે. સરકારમાં આવતાં કામો જેવા કે, ગરીબ કલ્યાણ મેળા, સેવા સેતુ, પ્રગતિ સેતુ, પણ સફળ બનાવીએ છીએ પરંતુ, અન્ય કર્મચારીઓના પગાર અને ટી.એ. ડી.એમાં ભારે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. અમો જયારે પણ સમાન વેતનની વાત કરીએ છીએ, ત્યારે તેઓ અમોને નોકરીમાંથી છુટા કરી દેવાની ધમકી આપે છે. પગાર કાપી લેવાની તેમજ લેખિતમાં નોટિસ આપવાની ચિમકી ઉચ્ચારે છે. સાથે સાથે અગિયાર મહિના પૂર્ણ થવા છતાં રિન્યુ કરવામાં પણ મહિનો કાઢી નાંખે છે. જયારે સરકારના અન્ય કર્મચારીઓને રાજ્યની જુદી જુદી શાખાઓમાં પગાર ધોરણ આપવામાં આવે છે તે રીતે આપવામાં આવતો નથી. આવી પડતર માગણીઓને લઇને કર્મચારીઓ તા.17મીથી હળતાળ પર ઉતરી ગયા છે તેમજ આગામી દિવસોમાં પણ જયાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે. સાથે સાથે 15 દિવસ બાદ રેલી કાઢવામાં આવશે. તેવી ચિમકી પણ સરદાર ભવન પાસે એકત્રિત થયેલા કર્મચારીઓએ ઉચ્ચારી હતી.

આણંદ : રાજ્યભરમાંછેલ્લા કેટલાક સમયથી ફિક્સ પગારદારો સમાન વેતન સહિતની વિવિધ માગણી કરી રહ્યાં છે. જેમાં આણંદ જિલ્લાના પણ ફિક્સ પગારદારોએ મંગળવારના રોજ આક્રમકતા દાખવી હતી. આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત પાંચ વિભાગના કુલ 230 જેટલાં કર્મચારી મંગળવારના રોજ હડતાલ પર ઉતરી ગયાં હતાં. સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્યમાં ફિક્સ પગારદારોને કાયમી કર્મચારી જેટલું વતન મળે તેવી માગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે મંગળવારના રોજ ડીઆરડીએના પંચસ્તંભના કર્મચારી હડતાલ પર ઉતર્યાં હતાં. હડતાલમાં ડીઆરડીએ અંતર્ગત એસબીએમ, વોટર શેડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, મીશન મંગલના કર્મચારી પણ હડતાલ પર ઉતર્યાં હતાં. હડતાલમાં 230 કર્મચારી જોડાયાં હતાં.

શહેરના સરદાર ભવન ખાતે મંગળવારે કર્મીઓનું વિરોધ પ્રદર્શન.

ઠાસરા : ગુજરાતરાજ્યની તમામ ગ્રામપંચાયતોમાં ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (ઓપરેટરો) ની જગ્યાઓ ઉભી કરવા મંજૂર કરવા તેમજ તે જગ્યા પર ફરજ બજાવતા ગ્રામકોમ્પ્યુટર સાહસિકો (ઓપરેટર) વી.સી.ઈને નોકરીમાં કાયમી ધોરણે નિમણુંક આપવા તેમજ કાયમી કર્મચારીઓને મળતા લાભ આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. અખિલ ગુજરાત ગ્રામપંચાયત ક્લાર્ક/પટાવાળા મંડળ વિરૂદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં હકારાત્મક હુકમો કરી કર્મચારીઓને તેમના સમગ્ર કુટુંબ અને તેમના િહતોનું રક્ષણ કરેલ છે. નોકરીની શરૂઆતથી મીનીમમ વેજીસ કરતાં પણ ખૂબ ઓછું મહેનતાણું મળે છે. તેઓના મૂળભૂત કાયદેસરના હક્કો માટે કોર્ટમાં કાર્યવાહી અમોને આર્થિક રીતે ખૂબ મોંઘી પડે તેમ છે.

11 માસના કરાર પર રાખી કર્મીઓનું આર્થિક શોષણ કરાતા ઉગ્ર રોષ

ખેડા જિલ્લાના તાલુકા મથકોનાં કુલ 600 કર્મીઓની ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળ જારી રાખવાની ચીમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો