તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • અહેવાલ ક્લેક્ટરને અપાયો | પીએચ.ડીના વિદ્યાર્થી પાસેથી લાંચ લેતા પ્રાધ્યાપક રંગેહાથ ઝડપાયા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહેવાલ ક્લેક્ટરને અપાયો | પીએચ.ડીના વિદ્યાર્થી પાસેથી લાંચ લેતા પ્રાધ્યાપક રંગેહાથ ઝડપાયા હતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાનગરસ્થિત એસ.પી.યુનિવર્સિટીમાં જુલાઇ 2016માં પીએચ.ડીના વિદ્યાર્થી પાસેથી લાંચ લેતાં પ્રાધ્યાપક રંગે હાથ ઝડપાયા હતા. ત્યારબાદ પીએચ.ડીના વિદ્યાર્થીઓના શારીરિક અને આર્થિક રીતે થતાં શોષણની ઉઠેલી ફરિયાદો સંદર્ભે કલેકટર દ્વારા એસડીએમને તપાસ સોંપવામાં આવી હતી. એસડીએમ સમક્ષ 16 વિદ્યાર્થીએ નિવેદન આપ્યા હતા. જેની તપાસ પૂર્ણ થતાં અહેવાલ તૈયાર કરીને એસડીએમ દ્વારા કલેકટરને સુપ્રત કરવામાં આવ્યો છે. ત્યારે પીએચડીકાંડની તપાસ પૂર્ણ થઇ જતાં કલેકટર દ્વારા આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવનાર છે.

જુલાઇ 2016માં એસ.પી.યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટમાં પીએચ.ડી નો અભ્યાસ કરતાં મિલન પટેલ પાસે રૂ.90 હજારની લાંચ લેતાં ગાઇડ ડો.હિતેશ પટેલ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઇ જતાં શિક્ષણજગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારબાદ પીએચ.ડીના વિદ્યાર્થીઓનું ગાઇડ પ્રાધ્યાપક દ્વારા શારીરિક અને આર્થિક રીતે શોષણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેથી કલેકટર ડો.ધવલ પટેલ દ્વારા મામલાને તપાસ પ્રાંત અધિકારીને સોંપી હતી. વર્ષ 2016માં 6થી 9 સપ્ટેમ્બર દરમિયાન યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ ખાતે તપાસ સમિતિ દ્વારા પીએચ.ડીના અભ્યાસ દરમિયાન શોષણનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના રૂબરૂ નિવેદન લેવામાં આવ્યા હતા. ચાર દિવસ દરમિયાન 16 વિદ્યાર્થીએ આપેલા નિવેદનના આધારે તપાસ સમિતિ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. 16 વિદ્યાર્થીના નિવેદનના આધારે શરૂ કરાયેલી તપાસ બાદ તેનો અહેવાલ તૈયાર કરીને એસડીએમ દ્વારા કલેકટર ડો.ધવલ પટેલને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે એસ.પી.યુનિવર્સિટીમાં પીએચ.ડીના વિદ્યાર્થી પાસેથી લાંચ લેવાના પ્રકરણની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. અને આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.

સરદાર પટેલ યુનિવર્સિટી પીએચડી કાંડની મેજિસ્ટ્રેયલ તપાસ પૂર્ણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો