તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ જિલ્લામાં નિરક્ષરમાંથી સાક્ષર થવામાં મહિલાઓ અગ્રેસર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ જિલ્લામાં નિરક્ષરમાંથી સાક્ષર થવામાં મહિલાઓ અગ્રેસર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદજિલ્લામાં નિરક્ષરમાંથી સાક્ષર થવા મહિલાઓ અગ્રેસર રહી છે. જિલ્લામાં રવિવારે લેવાયેલી નવસાક્ષર પરીક્ષામાં 3530 પુરુષની સરખામણીમાં 3530 મહિલાએ પરીક્ષા આપી હતી. નિરક્ષરોને સાક્ષર બનાવવા માટે સાક્ષર ભારત યોજના 2012 અંતર્ગત અભિયાન ચલાવાય છે. જેમાં દર વર્ષે માર્ચ અને ઓગષ્ટ મહિનામાં ભારત સરકારની રાષ્ટ્રિય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન દ્વારા નવસાક્ષર પરીક્ષા લેવામાં આવે છે.

નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી જે.આર.મેકવાને જણાવ્યું હતું કે “રવિવારે નવસાક્ષર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1359 પુરુષ અને 3530 મહિલા મળીને કુલ 4889 નવસાક્ષરે પરીક્ષા આપી હતી. તાલુકા પ્રમાણે સૌથી વધુ પેટલાદ તાલુકામાં 1225 અને સૌથી ઓછા આંકલાવ તાલુકામાં 225 નવસાક્ષરે પરીક્ષા આપી હતી. ઉપરાંત અાણંદ તાલુકામાં 680, ખંભાત તાલુકામાં 877, તારાપુર તાલુકામાં 817, સોજિત્રા તાલુકામાં 241, બોરસદ તાલુકામાં 402 અને ઉમરેઠ તાલુકામાં 422 નવસાક્ષરે પરીક્ષા આપી હતી.

કુલ 1359 પુરુષની સરખામણીમાં 3530 મહિલાએ નવસાક્ષર પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો