તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ શહેરમાં 4 વર્ષીય બાળકીનાં અપહરણ બાદ દુષ્કર્મથી લોકો લાલઘુમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ શહેરમાં 4 વર્ષીય બાળકીનાં અપહરણ બાદ દુષ્કર્મથી લોકો લાલઘુમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદના100 ફૂટ રોડ પર ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવારની ચાર વર્ષીય બાળકીનું કોઈ અજાણ્યો શખ્સ સોમવારે મધરાત્રે બાઈક પર અજ્ઞાત સ્થળે અપહરણ કરી લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજારતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ આણંદ શહેર પોલીસને કરતાં પોલીસે 100 ફૂટ રોડ પરના સીસીટીવી ફૂટેજમાં તપાસ હાથ ધરી હતી. જેમાં એક યુવક બાળકીને બાઈક પર લઈ જતો કેદ થયો હતો. હાલમાં પોલીસે મામલે અપહરણ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરના 100 ફૂટ રોડ પર ફૂટપાથ પર સોમવારે રાત્રે એક શ્રમજીવી પરિવાર તેમની ચાર વર્ષીય બાળકી સાથે સૂઈ રહ્યો હતો. દરમિયાન રાત્રે બાર કલાકે બાળકીની માતાને તરસ લાગતા તેઓ ઉઠ્યા હતા. જોકે, સમયે તેમની પાસે સૂઈ રહેલી ચાર વર્ષીય બાળકી જોવા મળતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે આસપાસમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. બીજી તરફ અંગેની જાણ તેમણે તેમના પતિને કરી હતી. તેમણે રોડ પર આવેલા એક સિનેમામાં ફરજ બજાવતા સિક્યોરીટી મેનને કહીને તેમના મોબાઈલ પરથી આણંદ પોલીસને બનાવની જાણ કરી હતી. અંગેની જાણ આણંદ શહેર પોલીસને થતાં પોલીસ તુરંત દોડી ગઈ હતી.

પોલીસે મામલે તુરંત રોડ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કવાયત હાથ ધરી હતી. જેમાં એક બાઈક પર સવાર યુવક બાળકીનો લઈ જતો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન બીજી તરફ, સામરખા પાટીયા પાસે એક બાળકી બિનવારસી હાલતમાં મળી હોવાનો કોલ પોલીસને મળ્યો હતો. જેને પગલે પોલીસ તુરંત સામરખા પાટીયા પાસે ગઈ હતી. જ્યાં બાળકી રડી રહી હતી. પોલીસે બાળકીનો કબ્જો લઈ તેની પ્રાથમિક તપાસ માટે કરમસદની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં તેનું મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. તબીબે આપેલા રિપોર્ટમાં બાળકીના ગુપ્ત ભાગે ઈજાના ચિન્હો મળી આવ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે ભોગ બનનારી બાળકીના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મધરાત્રે બાઈક પર આવેલા શખ્સે અપહરણ અને દુષ્કર્મ ગુજાર્યા બાદ સામરખા પાટીયા પાસે બાળકીને છોડી દીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો