તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • પેટલાદમાં ખચ્ચરને ગ્લેંડર રોગ, અશ્વકુળની હેરફેર પર પ્રતિબંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદમાં ખચ્ચરને ગ્લેંડર રોગ, અશ્વકુળની હેરફેર પર પ્રતિબંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટલાદતાલુકાના ધૈર્યપુરા ગામના સીમ વિસ્તારમાંથી એક ખચ્ચર પશુ દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યું હતું. ખચ્ચરમાં ગ્લેંડર્સ રોગના શંકાસ્પદ ચિન્હો જણાતાં તુરંત લોહીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાયા હતાં. જ્યાં ખચ્ચરને ગ્લેંડર માટે પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટ સાથે તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તુરંત ધી પ્રીવેન્શન એન્ડ કંટ્રોલઓફ ઇન્ફેકસીઅસ એન્ડ કોન્ટેઝીયમ ડીસીઝ ઇન એનીમલ્સ એક્ટ અનુસાર ખચ્ચરને વૈજ્ઞાનિક પદ્ધતિથી મર્સીકીલીંગ દ્વારા શાંત મૃત્યુ અપાયું હતું. બાદમાં તેના મૃતદેહ ઉપર જરૂરી દવા છંટકાવ કરી દફનવિધિ પશુપાલન વિભાગ દ્વારા કરાઇ હતી. રોગગ્રસ્ત ખચ્ચરના રહેણાંક વિસ્તારને પણ જંતુમુક્ત કરવામાં આવ્યો છે.

વધુઅનુસંધાન પાના નં.2 પર...આણંદમાં 3 માસ માટે અશ્વ, ગદર્ભ, ખચ્ચરની હેરફેર પર બંદી

આણંદમાં ઇંટોના ભઠ્ઠામાં મોટાભાગે પરપ્રાંતિય મજુરો કામ કરતાં હોય છે, જેઓ તેમની સાથે માટીની હેરફેર માટે ખચ્ચર લઇને આવે છે. ખચ્ચર ગ્લેંડર રોગના મુખ્ય વાહક છે. ધૈર્યપુરામાં ગ્લેન્ડર રોગ દેખાયો તે ખચ્ચર ઉત્તરપ્રદેશનું હોવાનું જાણવા મળ્યું છે.

પરપ્રાંતના ખચ્ચર રોગના મુખ્ય વાહક

ધૈર્યપુરા ગામના પાંચ કિલોમીટર ત્રિજ્યામાં ગદર્ભ, અશ્વ અને ખચ્ચરના લોહીના નમૂના લેવામાં આવ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો