પશુઓમાં આઉના સોજાનો રોગ અટકાવવાના ઉપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દૂધાળાજાનવરોમાં આઉનો સોજો એક જટીલ રોગ છે.પશુપાલકો માટે રોગ પડકાર જનક બની ગયો છે. આઉના સોજામાં આપણા દેશમાં દર વર્ષે રૂ 7165 કરોડનું ખૂબ આર્થિક નુકસાન થાય છે. વધુમાં રોગથી પશુના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવાની પશુપાલકને સીધુ આર્થિક નુકસાન થાય છે.મસ્ટાઇટીસ રોગને લોકો સરાડવું,બકરીમા થાકલો,ખાપરી-એટલે કે લાલા દૂધના નામથી પણ ઓળખે છે.આઉના સોજામાં પશુઓમાં લક્ષણો જેવા કે આંચળ અને આઉમાં પીડાદાયક સોજો થવો,જાનવર દૂધ દોહવા દેતુ નથી.

} પશુઓનંુ રહેઠાણ અને બેસવાની જગ્યા સ્વચ્છ અને સૂકી રાખવી.

} દૂધાળા પશુઓને પોતાના બંને હાથ સાબુ વડે સ્વચ્છ પાણીથી કોણી સુધી ધોવા જોઇએ અને નખ કાપેલ આંગળીઓ વડે દોહવુ જોઇએ.

} દૂધાળા પશુઓના આંચળ જંતુનાશક દ્વાવણથી સાફ કરી દોહવુ જોઇએ.

} આંચળ ઉપર ઇજા થવા દેવી,અંગુઠો દબાવી દૂધને દોહવુ

} દૂધ દોહયા પછી આંચળના દૂધ નીકળવાના છિદ્રો બે થી ત્રણ કલાક ખુલ્લા રહેતા હોવાથી જીવાણુઓની આઉમાં પ્રવેશવાની શકયતા વધારે રહે છે,જેથી દૂધ દોહ્યા બાદ દરેક આંચળને જંતુનાશક દવામાં ડૂબાડવા જોઇએ. સમયાંતરે દૂધ દોહવામાં વપરાતા સાધનો તથા દૂધ દોહવાના મશીનને સાફ કરી સ્વચ્છ રાખવા જોઇએ.

} આઉવા સોજાવાળા પશુને બધા પશુ દોહ્યા પછી છેલ્લે ચોખ્ખા વાસણમાં દોહી તે દૂધનો ઉકરડામાં દાટી નાશ કરવો જોઇએ.

} બકરીના આંચળ તારની વાડ કે કાંટામાં અથડાય તેનુ ધ્યાન રાખવુ

} ઇજા થયેલ આંચળને અથવા રોગ લાગેલ આંચળને છેલ્લે દોહવા જોઇએ.

} નવી ગાય કે ભેંસ ખરીદતા પહેલા તેમના આંચળો પુરે પુરા ચકાસી,દૂધ દોહી અને જો સારી રીતે દૂધ નીકળતુ હોય તો ખરીદવા જોઇએ.

} રોગ પશુમાં માલુમ પડે તો પશુ ડોકટર પાસે વિના વિલંબે ત્વરીત નિદાન તથા સારવાર કરાવવી વધુ હિતાવહ છે.

સાવચેતી

અન્ય સમાચારો પણ છે...