આણંદ પંથકમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદપંથકમાં બેવડી ઋતુના પગલે સ્વાઇન ફ્લૂ ધીમે ધીમે વકરી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં 15 કેસો સ્વાઇન ફ્લૂના નવા નોંધાયા છે. તેમાં તારાપુર અને પેટલાદના બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતાં. શનિવારે જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા જુદા જુદા ગામોમાંથી કેટલાક દર્દીના સેમ્પલ લઇને તપાસાર્થે મોકલ્યા હતા. જેમાંથી કરમસદના 75 વર્ષના વૃદ્ધને સ્વાઇન ફ્લૂનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે શનિવારે ખંભાત શહેરના 13 વર્ષના બાળકનો સ્વાઇન ફ્લૂનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આમ અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂનો આંકડો 22 પહોંચ્યો છે.

ખાસ કરીને બેવડી ઋતુને કારણે શર્દી, ખાંસી અને તાવની ઝપેટમાં આવ્યા બાદ લોકો સ્વાઇન ફ્લૂમાં સપડાય છે. હાલના વાતાવરણને પગલે સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ સ્વાઇન ફ્લૂને કાબૂમાં રાખવામાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ તો જિલ્લા આરોગ્યની ટીમો ગામે ગામ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇને તપાસાર્થે મોકલી આપે છે. સાથે સાથે દરેક ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી ગંદકી દુર કરવા માટે પંચાયતોને તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...