• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ડભાસી શાળાના મુખ્ય શિક્ષકને બેદરકારી બદલ શિક્ષણ વિભાગની નોટિસ

ડભાસી શાળાના મુખ્ય શિક્ષકને બેદરકારી બદલ શિક્ષણ વિભાગની નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લાના ડભાસી ગામે આવેલી પ્રાથમિક શાળામાં બુધવારે આણંદ જિલ્લા વિકાસ અધિકારીની આકસ્મિક મુલાકાત લીધી હતી. દરમ્યાન શાળાના વર્ગખંડમાં સાધન સામગ્રી અસ્તવ્યસ્ત હતી અને શૈક્ષણિક કાર્યમાં નબળી - ગંભીર બેદરકારી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવ્યું હતું. જેને પગલે તેમણે મામલે પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરતા શિક્ષણાધિકારીએ શાળાના મુખ્ય શિક્ષકને નોટીસ ફટકારી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જેના પગલે શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

અંગે વાત કરતા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી.પરમારે જણાવ્યું હતું કે આણંદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દિનપ્રતિદિન પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતી શૈક્ષણિક કામગીરી સંદર્ભે જુદી જુદી શાળાઓમાં આકસ્મિક રીતે ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તે અંતર્ગત બોરસદ તાલુકાના ડભાસી પ્રાથમિક શાળામાં બુધવારે પ્રાથમિક શાળામાં આકસ્મિક રીતે તપાસ કરી હતી. જેમાં શાળા સંકુલમાં બાળકોને અભ્યાસ દરમ્યાન ઉપયોગમા લેવાતાં સાધન અસ્તવ્યસ્ત હાલતમાં પડી હતી. ત્યારબાદ દરેક વર્ગખંડની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવામાં આવતાં વિદ્યાર્થીઓ યોગ્ય રીતે જવાબ આપી શકયા હતા. શાળાના શિક્ષકો દ્વારા ભણવામાં આવતા શૈક્ષણિક પાઠ નબળા હોવાનું જણાઇ આવ્યું હતું. તેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શાળામાં ફરજ બજાવતાં મુખ્ય શિક્ષક નરેશકુમાર સુથારને નોટીસ ફટકારી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવાની સુચના આપવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકને નોટીસ ફટકારી છે.

DDOએ શિક્ષણાધિકારીને જાણ કરી

{વારંવાર તપાસ આવતી હોવા છતાં શિક્ષકો કેમ ગંભીર નથી થઇ રહ્યા?

{છાત્રોને સવાલ પૂછતાં શિક્ષણનું ગુણવત્તાનું સ્તર પર નીચું જણાયું..

{તપાસ સમયે શાળામાં સાધન-સામગ્રી અસ્ત વ્યસ્ત પડી જોવા મળી

DDOની મુલાકાતમાં ભાંડો ફૂટ્યો

અન્ય સમાચારો પણ છે...