• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ જિલ્લામાં 17 માર્ગનું વર્ષો બાદ નવિનીકરણ કરાશે

આણંદ જિલ્લામાં 17 માર્ગનું વર્ષો બાદ નવિનીકરણ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લાનાં અમુક ગામોમાં હજુ પણ ધૂળીયા માર્ગો હોવાથી તંત્ર દ્વારા તાજેતરમાં આઠ કરોડના ખર્ચે 17 ધૂળિયા રસ્તાઓનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડામર રોડ સાથે નવીનીકરણની કામગીરી હાથ ધરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં અમુક ગામોમાં ધુળીયા માર્ગો અંગે મળેલી ફરિયાદોના પગલે તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરાયા બાદ 17 જેટલા માર્ગોનું નવીનીકરણ કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. જેની દરખાસ્ત રાજ્ય સરકાર હસ્તક માર્ગ અને મકાન વિભાગને મોકલાઇ છે. સૌપ્રથમ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે આઠ કરોડના ખર્ચે વઘાસી દૂધની ડેરીથી ઉમરીયાપુરા રોડ, રતનપુરાથી રેલવે ફાટકથી સ્મશાન સુધી જીતપુરા, ભરોડા, બાજીપુરા જોડતો રોડ, પ્રતાપપુરા, રાજનગર ડોડીખાડ, ખોરવાડ સ્મશાન જવાનો રોડ મળી 17 માર્ગોનું તંત્ર દ્વારા નવીનીકરણ કામગીરી હાથ ધરાશે.

વર્ષો બાદ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કામગીરી થશે

અન્ય સમાચારો પણ છે...