તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ખંભાતના તરકપુર પાંદડ વચ્ચે માસમાં રસ્તો ને બ્રિજ બનશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાતના તરકપુર પાંદડ વચ્ચે માસમાં રસ્તો ને બ્રિજ બનશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ઇમ્પેક્ટ

ભાડુ ખર્ચીને જોખમી રીતે આવ-જા

ખંભાતતાલુકાના તરકપુર પાંદડને જોડતો સો વર્ષ જુનો બ્રિજ થોડા સમય પહેલા ધડાકા સાથે તુટી પડ્યો હતો. જેને કારણે પાંદડ ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણવા જતાં આશરે 100 ઉપરાંત વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરીને અભ્યાસ કરવા જતાં હતાં. બાબતે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા 16મી ફેબ્રુઆરીના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરતાં માજી ધારાસભ્ય જયંત ખત્રીએ તુરંત આરટીઆઈની મદદથી માહિતી માંગી હતી. જેમાં તરકપુર પાંદડ વચ્ચે 1.26 કરોડના ખર્ચે માર્ગ બનાવવા તંત્રએ તૈયારી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.આ અંગે જયેન્દ્ર ખત્રીએ જણાવ્યું હતું કે ‘તરકપુર પાંદડ વચ્ચે બ્રીજ અંગે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ બાદ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ આણંદને રજૂઆત કરી માહિતી માંગી હતી. જે અન્વયે તરકપુર-પાંદડનો માર્ગ રૂપિયા 1 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર કરવા મંજૂરી આપી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, તરકપુર ખંભાતના અખાતને અડીને આવેલું ગામ છે. નજીકમાં પાંદડ ગામ આવેલું છે. તરકપુર-પાંદડને જોડતો બ્રીજ ખારલેન્ડ બોર્ડના સમયે લગભગ 100 વર્ષ અગાઉ ખંભાતના નવાબના સમયમાં તૈયાર કરાયો હતો. જે તૂટી પડતાં બંને ગામ વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો હતો.

વર્ક ઓર્ડર આપતાં 6 માસમાં રસ્તો બનશે

નાયબકાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)એ જણાવ્યું હતું કે ・આ માર્ગ સરકારના MMGSY યોજના અંતર્ગત મંજુર કરાયો છે. સરસ્વતી બિલ્ડકોન, મહેસાણાને ઓર્ડર અપાયો છે. જોકે, વર્ક ઓર્ડર આપતાં મહિનામાં રસ્તાનું કામ પૂર્ણ થશે.

ચરોતર ભાસ્કર16 ફેબ્રુ.17માં વિદ્યાર્થીઓની પીડા રજૂ થઈ હતી.

16 કિમીનું અંતર માત્ર 3 કિમીમાં કાપી શકાશે

^‘તરકપુર અને પાંદડ વચ્ચે નદી વહે છે. તરકપુરના ગ્રામજનોનો મોટાભાગનો વ્યવહાર પાંદડ ગામ સાથે જોડાયેલો છે. બન્ને ગામો વચ્ચે માર્ગ અને બ્રિજ બનશે, તો 16 કિલોમીટરનું અંતર માત્ર 3 કિલોમીટરમાં કાપી શકાશે.’ > વિલાસબહેનડાભી, સરપંચ,તરકપુર.

^‘તરકપુરથી પાંદડની હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને સાબરમતી નદી પરનો બ્રિજ તુટી જવાના કારણે હવે કા તો ગોલાણા, મીતલી થઇને પાંદડની હાઈસ્કૂલમાં ભણવા જવું પડે છે અથવા તો ભાડાના ખખડધજ હોડકામાં જોખમી મુસાફરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તરકપુર ગ્રામ પંચાયત પાસે કોઇ બોટ નથી અને બ્રિજની ઘટના સર્જાયા બાદ પણ તંત્ર તરફથી પંચાયતને બોટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આથી, દરરોજનું ભાડું ખર્ચીને વિદ્યાર્થીઓ જોખમી રીતે હોડકામાં નદી પસાર કરી રહ્યા છે.’ > જયેન્દ્રખત્રી, આરટીઆઈએક્વિસ્ટ, ખંભાત

પાંદડથી શાળાએ જતાં 100 છાત્રો અને ગ્રામજનોને જોખમ ખેડીને નદી ક્રોસ કરવી પડતી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો