તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • વિદેશી દારૂના કેસમાં ટ્રકની નંબર પ્લેટ બનાવટી નીકળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશી દારૂના કેસમાં ટ્રકની નંબર પ્લેટ બનાવટી નીકળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાસદમાંઅઢી માસ પહેલા વાસદ પોલીસે બાતમીના આધારે રૂા. 46.75 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બનાવમાં પોલીસે હાથ ધરેલી તપાસમાં દારૂમાં વપરાયેલી ટ્રકની નંબર પ્લેટ બનાવટી હોવાનું ખૂલ્યું હતું. જેના પગલે પોલીસે કુલ પાંચ શખ્સ સામે ગુનો આચરવાની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 3 જાન્યુઆરીએ વાસદ પોલીસે ઓવરબ્રિજ નીચેથી એક ટ્રક ઝડપીને તેમાંથી રૂા. 46.75 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. પોલીસે નરવેરસિંગ જાટ (રહે. પંજાબ) અને વિજય પરમાર (રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં દારૂનો જથ્થો અબાલાના ઈરફાનભાઈ નામના શખ્સે ભર્યો હોવાનું અને શેરપુરા ખાતે રહેતા શોયેબ ઈલિયાસ પટેલે મંગાવ્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધીને ટ્રકના નંબરની ચકાસણી હાથ ધરી હતી. જેમાં ટ્રકનો નંબર ખોટો અને તે નંબરની સોનીપતમાં રિક્ષા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં ટ્રક માિલક હરપાલસિંહ બિશનસિંહ સાથે મળીને તમામ શખ્સોએ આરટીઓ અધિકારીના ખોટા સહી સિક્કા કરી, ખોટા દસ્તાવેજ ઊભા કરીને ખોટા નંબરની પ્લેટ બનાવી હતી.

વાસદમાં બનેલી અઢી માસ પહેલાંની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો