તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • કોલેજનો અભ્યાસ પૂર્ણ થતાં અસ્તિત્વની મુશ્કેલી શરૂ થાય છે: ઉર્વિશ કોઠારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજનો અભ્યાસ પૂર્ણ થતાં અસ્તિત્વની મુશ્કેલી શરૂ થાય છે: ઉર્વિશ કોઠારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
“દેશમાંયુવાઓની સંખ્યા વધુ છે, ત્યારે બેરોજગારીનો પ્રશ્ન પણ ચિંતાજનક છે. રોજગારીની ચિંતા ભાઇઓની સાથે બહેનોની પણ છે. બહેનોએ પોતાના વ્યક્તિત્વ અને સ્વઓળખ માટે રોજગારી આવશ્યક છે.’ અેમ લેખક ઉર્વિશભાઇ કોઠારીએ આણંદની ડી.એન.ઇન્સ્ટિટ્યૂટ ઓફ પી.જી.સ્ટડીઝ ઇન કોમર્સના વાર્ષિકોત્સવ પ્રસંગે જણાવ્યું હતું.

ઉર્વીશભાઇ કોઠારીએ જણાવ્યું કે ‘પરીક્ષામાં મળતાં ગુણ કારકિર્દી શરૂ કરવાનો દરવાજો છે. કારકિર્દી માટે ગુણ નહીં પણ આવડત જરૂરી છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ થતાં અસ્તિત્વની મુશ્કેલી શરૂ થાય છે. પ્રસંગે શૈક્ષણિક, સાંસ્કૃતિક, ખેલકૂદ,એનએસએસ અને એનસીસીમાં સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સંસ્થા દ્વારા પ્રકાશિત અભિવ્યક્તિનું વિમોચન કરાયું હતું. સંસ્થાના પ્રિન્સિપાલ ડો.જયેશ પૂજારાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. પ્રસંગે આર.પી.ભોઇ, વિભાગના અધ્યક્ષ ડો.સેજલ ક્રિશ્ચિયન, ભગિની સંસ્થાઓના આચાર્ય, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાર્ષિક સમારોહમાં હાજર મહાનુભાવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો