તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસદ પ્રાંતનો સપાટો, ફટાકડાના 33 પરવાના રદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરસદશહેર ફટાકડાં બનાવવામાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં ગૃહ ઉદ્યોગની જેમ ઘરે ઘરે ફટાકડાં બની રહ્યાં હતાં. તેમાં વિસ્ફોટક સામગ્રીનો મોટા પ્રમાણમાં ઉપોગ થતો હોવાના કારણે દૂર્ઘટના થાય તેવો ભય ઊભો થયો હતો. સંદર્ભે તાજેતરમાં સર્વે બાદ બોરસદ પ્રાંતે 33 પરવાના રાતોરાત રદ્દ કરી દીધા છે, જ્યારે ગેરકાયદે ચાલતા કારખાના પણ બંધ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેરમાં બે માસ પહેલા ફટાકડાંની દુકાનમાં આગ લાગતાં એક યુવક ભડથું થઇ ગયો હતો. ઘટના બાદ જિલ્લાભરના ફટાકડાના પરવાનેદારોનો સર્વે હાથ ધરવા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. બોરસદ પ્રાંતે ગંભીરતાથી સર્વેની કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભીડભાડવાળા રહેણાંક ગીચ વિસ્તારમાં મોટા પરવાનેદારો જોવા મળ્યાં હતાં. કેટલાંક કિસ્સામાં નીચે ફટાકડાંની દુકાન અને ઉપર રહેણાંક વિસ્તાર જોવા મળ્યો હતો. તદ્દન અડીને પણ રહેણાંકના મકાનો આવેલાં છે.

દિવાળી પહેલાં તાકીદ કરાઇ હતી

બોરસદશહેરમાં પરવાનેદારોને દિવાળીના સમયે દુકાનને રહેણાંક વિસ્તારથી બહાર અન્યત્ર ખસેડવા જણાવ્યું હતું. પરંતુ વેપારીઓએ તહેવાર બાદ નિશ્ચિતરૂપે દુકાન અન્યત્ર શીફ્ટ કરી દેવામાં આવશે.

શહેરના ગીચ વિસ્તારમાં ફટાકડાનો ગૃહઉદ્યોગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો