તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સફાઇ કર્મીઓ કાળા વાવટા ફરકાવશે

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સફાઇ કર્મીઓ કાળા વાવટા ફરકાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્યમાં સફાઇ કર્મચારીઓનાં ન્યાયિક પ્રશ્નો વર્ષોથી ઉકેલાતાં નથી. સંદર્ભે ગુજરાત સફાઇ કર્મચારી આંદોલન સમિતિ દ્વારા સફાઇ કર્મચારીઓનાં િહતમાં મુખ્યમંત્રીને પત્ર લખીને સફાઇ કામદારોનાં પ્રશ્ન અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો મુખ્યમંત્રીનાં કાર્યક્રમોમાં કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવવામાં આવશે, તેવી જાણ પણ ત્રણથી ચાર વાર કરેલ છે. તેમ છતાં પ્રશ્નો હલ થતાં બાકરોલ ખાતે યોજાનાર પ્રદેશ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રીનાં કાર્યક્રમ ટાણે સફાઇ કામદારો અને ગુજરાત સફાઇ કર્મચારી આંદોલન સમિતિનાં સભ્યો કાળા વાવટા ફરકાવીને પોતાનો રોષ વ્યક્ત કરશે.

રાજ્યમાં તમામ સફાઇ કર્મચારીઅોને રાજ્ય સરકારના કર્મચારી ગણવાની માગ કરેલ છે. નેવુ દિવસથી વધુ સફાઇ કામદાર તરીકે ફરજ બજાવી હોય તેવા સફાઇ કામદારોને કાયમીનો લાભ આપવા, ફીક્સ પગાર કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટ પરનાં કર્મચારીઓને કાયમી કરવા તથા બંને પ્રથા બંધ કરવી, તથા દલીતો ઉપર અત્યાચારનાં બનાવો વધી રહ્યા છે ત્યારે તાત્કાલિક પગલાં લઇ હુમલા બંધ કરવા વગેરેની માગ કરી છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સફાઇ કામદારોની માગણીઓ અંગે પૂરતું ધ્યાન અપાતું નથી. જે બાબતને ધ્યાને લઇ ગુજરાત સફાઇ કર્મચારી આંદોલન સમિતિ દ્વારા બાકરોલ ખાતે યોજાનાર પ્રદેશ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ ટાણે કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવવામાં આવશે. જે અંગે મુખ્યમંત્રી અને સ્થાનિક તંત્રને અગાઉથી લેખિત જાણ કરી દેવામાં આવી છે.

સફાઈ કામદારોનાં પ્રશ્નોના િનરાકરણ માટે સરદાર સેનાએ પણ આંદોલન સમિતિ દ્વારા યોજાનાર કાર્યક્રમને ટેકો આપ્યો છે તેમ સરદાર સેનાના પંકજભાઇ પટેલે જણાવ્યું છે.

ગુજરાત સફાઇ કર્મચારી આંદોલન સમિતિ દ્વારા વિરોધ

સફાઇ કામદારોની માગણીઓ અંગે કોઇ પગલાં લેવાયા નથી

અન્ય સમાચારો પણ છે...