તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદના ગરીબ કલ્યાણ મેળામાં હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદતાલુકાના બોચાસણ ગામે ભારેલ વાડી ખાતે ગુરુવારનાં રોજ મંત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સભા મંડપમાં બેઠેલા લાભાર્થીઓ અડધા કલાકમાં સભામંડપ છોડીને પોતાને મળનાર ચીજવસ્તુઓ પાસે પહોંચી જતાં અવ્યવસ્થા સર્જાઇ હતી. જેના લીધે અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. આખરે અધિકારીઓએ પોલીસની મદદથી લાભાર્થીઓને સભા મંડપમાં કેદ કરીને દોઢ કલાક સુધી બેસાડી રાખતાં લાભાર્થીઓ રોષે ભરાયાં હતા.

બોચાસણ ખાતે ગુરુવારે બપોરે 3-00 વાગે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો હતો. સ્વાગત પ્રવચનમાં ફૂલહાર કાર્યક્રમ પત્યા બાદ અચાનાક સભા મંડપમાં બેઠેલા તમામ લાભાર્થીઓ ચાલુ કાર્યક્રમે બહાર નીકળી ગયા હતા અને કલસ્ટર મુજબ ગોઠવેલ લાભાર્થીઓને આપવાની ચીજવસ્તુઓ પાસે પહોંચી ગયા હતા. સમયે કાર્યક્રમ અડધો પણ થયો નહોતો. મંત્રીઓ અને અધિકારીઓનાં પ્રવચન પણ બાકી હતા. તે ઘડીએ લાભાર્થીઓ સભામંડપ છોડી જતાં સ્ટેજ પરના અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. જેના પગલે સ્થાનિક વહીવટીતંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. આખરે જિલ્લા કલેક્ટરે સ્ટેજ પરથી માઇકમાં સભા મંડપમાં બેસી જવા લાભાર્થીઓને વિનંતી કરી હતી તેમ છતાં લાભાર્થીઓ સભામંડપમાં આવ્યા હતા. આખરે વહીવટીતંત્રએ પોલીસ સ્ટાફને સૂચના આપીને લાભાર્થીઓને સભા મંડપમાં બેસાડવાની કામગીરી સોંપી હતી. જેના પગલે પોલીસ તંત્ર કામે લાગી ગયું હતું અને તમામ લાભાર્થીઅોને બહારથી લાવીને સભા મંડપમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ લાભાર્થીઓ બહાર નીકળે તે માટે તમામ ગેટ પર પોલીસ ગોઠવી દેવાઇ હતી. ત્યારબાદ લાભાર્થીઓને ચીજવસ્તુઓનું વિતરણ કરાતાં લાભાર્થીઓ ઉભા થઇ બહાર નીકળી ગયા. જેના કારણે અવ્યવસ્થા સર્જાતાં અધિકારીઓને પરસેવો છૂટી ગયો હતો.

બોચાસણ ગરીબ મેળામાં લોકોએ ચાલતી પકડતાં પોલીસે બેસાડ્યાં હતાં.

લાભાર્થીની ચીજવસ્તુઓનાં બોક્સ ખોખા બન્યાં

ગરીબકલ્યાણ મેળામાં લાભાર્થીઓને આપવા માટે ચીજ-વસ્તુઓ બોક્સમાં મૂકવામાં આવી હતી. પરંતુ સહાય વિતરણ કરાયા બાદ કેટલાક લાભાર્થીઓને ખાલી બોક્સ મ‌ળ્યાં હતાં. બોક્સમાંથી ચીજવસ્તુઓ ગાયબ થઇ ગઇ હતી. જેથી લાભાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. લાભાર્થીઓના બોક્સ ખાલી રહેતા વિવાદ સર્જાયો હતો.

દોઢ કલાક સુધી લાભાર્થીઓને કેદ કરાતાં રોષ

પોલીસેલાભાર્થીઓેને સભા મંડપમાં બેસાડ્યા બાદ તમામ ગેટ પર ગોઠવાઇ ગઇ હતી. કોઇને પણ સભા મંડપ છોડવા દેવામાં આવતું હતું. કેટલાક લાભાર્થીઓને તો પાણી પીવા પણ બહાર નીકળવા દીધા હતા. જેને લઇને લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભાજપસંગઠનને મેળામાં જાણ કરાઇ નહોતી

જિલ્લાવહીવટીતંત્ર દ્વારા બોચાસણ ખાતે યોજાનાર પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળા અંગેની કોઈને જાણ કરવામાં આવી નહોતી. તેમજ સ્થાનિક શહેર ભાજપ સંગઠનને તાલુકા સંગઠનનાં હોદ્દેદારોને જાણ કરવામાં આવતાં હોદ્દેદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અિધકારીઓએ પોલીસની મદદ લઇને લાભાર્થીઅોને દોઢ કલાક સુધી સભા મંડપમાં બેસાડી રાખતાં લોકોમાં રોષ

બોચાસણ ગામે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સ્થાનિક ભાજપ સંગઠનની બાદબાકી કરાઈ

અન્ય સમાચારો પણ છે...