તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનીરાષ્ટ્રીય કારોબારી બેઠક કેરળમાં પૂર્ણ થયા બાદ રાજ્યસ્તરની પ્રદેશ કારોબારી બેઠક આજથી બાકરોલ ખાતે આત્મીય વિદ્યાલયમાં શરૂ થઇ રહી છે. આણંદ જિલ્લા ભાજપ સહિત સંગઠન દ્વારા બેઠકમાં હાજર રહેનાર રાજકીય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને તમામ સુવિધાઓ પૂરી પાડવાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ‘કારોબારી બેઠકમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કામગીરી અંગેના પ્રસ્તાવો, આગામી વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજાનાર કાર્યક્રમો તથા રાજકીય પ્રસ્તાવો અભિનંદન પ્રસ્તાવો અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જન્મ શતાબ્દિ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગરીબ વર્ગની સેવા માટે હાથ ધરવામાં આવનાર િવવિધ કાર્યક્રમો અંગેનો પ્રસ્તાવ કરવામાં આવશે. ઉપરાંત સંગઠાનાત્મક બાબતો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનાર છે. પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘ઘણા વર્ષો બાદ મધ્ય ગુજરાતમાં પ્રદેશ કક્ષાની કારોબારી બેઠક મળી રહી છે ત્યારે જિલ્લાના તમામ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

બેઠક માટેની તમામ તૈયારીઓ કાર્યકરો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. સૌનો સારો સહકાર મળી રહ્યો છે. શુક્રવારનાં રોજ સવારે પ્રદેશ કારોબારી બેઠક ઉદઘાટન કર્યા બાદ પ્રદેશ અધ્યક્ષ અને તમામ જિલ્લાનાં પ્રમુખ અને હોદ્દેદારો સાથે પ્રથમ બેઠક યોજાશે. સાંજે ચાર કલાકે મુખ્ય બેઠક યોજાશે. જેમાં પ્રદેશ કક્ષાના તમામ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેશે. ગુજરાતનાં મુખ્યમંત્રી િવજયભાઈ રૂપાણી પણ સાંજના બેઠકમાં હાજર રહેશે.

કરસસદ ખાતેથી 500 બાઇકની રેલી નીકળશે

પ્રદેશકારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેનાર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સવારે 9 કલાકે કરમસદ ખાતે સરદાર પટેલનાં નિવાસસ્થાને જઇ પુષ્પાંજલિ અર્પણ કરશે ત્યારબાદ કરમસદ બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને તમામ નેતાઓ અને આગેવાનો રેલી સ્વરૂપે બાકરોલ આત્મીય ધામમાં આવશે.

કારોબારીમાં રાજકીય પ્રસ્તાવો ચર્ચાશે

અન્ય સમાચારો પણ છે...