તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • તારાપુરમાં GIDC માટે રિસર્વે કરવામાં આવશે : ઉદ્યોગ મંત્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારાપુરમાં GIDC માટે રિસર્વે કરવામાં આવશે : ઉદ્યોગ મંત્રી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદની સાતેય બેઠકો પર જીત મેળવવા હાંકલ


‘સત્તાહાંસલ કરવા સંગઠનની મજબૂતાઇ આવશ્યક છે. સંગઠન મજબૂત હશે તો સત્તા હાંસલ કરી શકાશે. જે માટે આપણે સૌએ ભેગા મળી કામ કરવું પડશે. આણંદ જિલ્લામાં ભાજપને સાતેય બેઠક પર જીત મેળવવી કપરુ કામ છે. પરંતુ અશક્ય નથી. ચોક્કસ રણનીતિ બનાવીને આપણે સૌ કામે લાગી જઇએ તો સાતેય બેઠકોમાં જીત મેળવી શકાય તેમ છે.’ તે માટે સંગઠનના નાનામાં નાના કાર્યકરને કામે લાગી જવાની હાંકલ ઉદ્યોગમંત્રી રોહિત પટેલે આણંદ ટાઉનહોલ ખાતે યોજાયેલ સન્માન સમારંભમાં કરી હતી.

વધુમાં મંત્રી રોહિત પટેલે પોતાનું સન્માન કરવા બદલ આણંદ જિલ્લા ભાજપ સંગઠન સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આણંદ જિલ્લાના વિકાસના કામો તથા પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપીને તેનો ઝડપી નીકાલ થાય તેવા પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી.

સાંસદ દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘રોહિત પટેલને મહત્વના ત્રણ ખાતા સોંપવામાં આવ્યા છે. ત્યારે તેઓ સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત અનુભવી હોવાને કારણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે.’

આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘મંત્રી રોહિત પટેલને અભિનંદન પાઠવ્યા હતા. આણંદ જિલ્લાને મંત્રીપદ મળવાથી જિલ્લાના કામોનો ઝડપી ઉકેલ આવશે. તેમ આણંદના કાર્યકરોને ગાંધીનગરમાં કોઇ કામ હોય તો સરળતાથી પાર પડશે.તેેમ જણાવ્યું હતું. આવનાર ચૂંટણી માટે સૌ કાર્યકરોને સંગઠિત થઇ કામ કરવા જણાવ્યું છે.’

પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ સંગઠન, સાંસદ દિલીપ પટેલ, પૂર્વ સાંસદ દિપક પટેલ, ધારાસભ્ય સંજય પટેલ, પ્રદેશમંત્રી રમણ સોલંકી, આણંદ નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના અગ્રણી નેતા અને કાર્યકરો હાજર રહ્યા હતા.

નવનિયુક્ત ઉદ્યોગમંત્રી રોહિત પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઇબીસીના મામલે સુપ્રીમમાં જરૂર જીતશું

^પાટીદારઅનામત આંદોલન બાદ રાજ્ય સરકાર દ્વારા આર્થીક રીતે પછાત વર્ગો માટે અનામત જાહેર કરવામાં આવી હતી. જે મામલે હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. જેમાં સરકાર જરુર જીતશે.’ > રોહિતભાઈપટેલ, ઉદ્યોગમંત્રી.

પાટીદારોએઅનામત લેવા માટે સુપ્રીમની ગાઈડ લાઇનને અનુસરવું પડશે

પાટીદારોનેઅનામત આપવાના મુદ્દે રોહિતભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘અનામત મેળવવા માટે ઓબીસી કમિશનને અરજી કરવી પડે. સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ સર્વે થાય. તેમાં ખરાં ઉતરીએ તો અનામત મળે. ઉપરાંત પાર્લામેન્ટમાં બંધારણ બદલવું પડે. બન્ને સંજોગોમાં રાજ્ય સરકાર ક્યાંય આવતી નથી. આથી, આપણે સમાજને સમજાવવું પડશે. અનામત અંગેની સાચી પરિસ્થિતિ કહેવી પડશે.’

બોરસદ, સોજિત્રાની જીઆઈડીસીમાં ફાજલ પડેલા પ્લોટનો ઉપયોગ થાય તે જરૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો