તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ-નડિયાદમાં આજે ત્રિરંગા યાત્રા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આણંદશહેરમાં આઝાદીના 70માં પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા નગરના ટાઉનહોલથી શાસ્ત્રી મેદાન વિદ્યાનગર સુધી જશે. યાત્રાને રાજ્ય મંત્રી જયદ્રથ સિંહ પ્રસ્થાન કરાવશે.

રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા મથકોએ તા.14મીના રોજ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાનો મુખ્ય શિર્ષક યાદ કરો કુરબાની રહેશે. જેમાં શહેરના ટાઉન હોલ ખાતેથી એક રેલી યોજાશે. રેલી સાંજે પાંચ કલાકે પ્રસ્થાન કરશે. જે નગરના મુખ્ય માર્ગો પર ફરીને વિદ્યાનગર થઇને શાસ્ત્રી મેદાન સુધી પહોંચશે. યાત્રામાં રાષ્ટ્રધ્વજ સાથેના વાહનોમાં મહાત્માગાંધીજી, સરદાર પટેલ, ક્રાંતિવીરો ભગતસિંહ, અને ચંન્દ્રશેખર આઝાદની તસ્વીરોથી સુશોભિત કરવામાં આવશે. જેનું સ્વાગત માર્ગો પર નગરજનો કરશે. ઉપરાંત યાત્રાના પૂર્ણાહુતી પ્રસંગે યાદ કરો કુરબાની કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જેમાં સ્થાનિક કલાકારો દ્વારા દેશભકિતના ગીતો રજૂ કરવામાં આવશે. તેમજ મહાનુભાવો દ્વારા મશાલ પ્રજવલ્લિત કરવામાં આવશે.

નડિયાદ પાલિકા કમ્પાઉન્ડમાંથી તા. 14મી ઓગસ્ટના રોજ સાંજે 5 કલાકે ‘યાદ કરો, કુર્બાની’ અંતર્ગત િત્રરંગા યાત્રા પોલીસ એસ્કોટીંગ સાથે નીકળશે. યાત્રા સરદાર પટેલ, સ્ટેચ્યુ, સ્ટેશન રોડ, સંતરામ રોડ થઈ પારસ સર્કલ પાસે સમાપન થશે. યાત્રામાં વાહનોમાં રાષ્ટ્રધ્વજ સાથેના મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ક્રાંતીવીર ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની તસવીરોથી સુશોભીત કરવામાં આવશે. જેમાં દેશભકિતના ગીતોથી વાતાવરણને દેશમય બની જશે. પ્રસંગે અધિકારીઓ, પદાધિકારીઓ તથા નગરપાલિકા પ્રમુખ હાજર રહેશે.

કોસિન્દ્રામાં જિલ્લા કક્ષાનો સ્વાતં�ય પર્વ

સ્વાતંત્ર્યદિનની ઉજવણી આંકલાવના કોસિન્દ્રા ખાતે સવારે 9:00 કલાકે આધારશિલા વિદ્યાલયમાં માર્ગ મકાન અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહના હસ્તે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો