તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદશહેરના અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના સને 2000 માં કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદશહેરના અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના સને 2000 માં કરવામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આણંદશહેરના અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના સને 2000 માં કરવામાં આવી હતી. ત્યારે પ્રમુખસ્વામી મહારાજ પોતે પધારીને મંિદરનો સૌ પ્રથમ વાર પોતાની પ્રતિમાને પોતાના હસ્તે પ્રાણ પૂરીને પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આમ કોઇપણ સ્વામીની હયાતીમાં તે સ્વામીની મૂર્તિ તેમના હસ્તે પ્રસ્થાપિત થઇ હોય તેવો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ બનાવ છે.

આણંદ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંિદરના મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે આણંદ શહેરમાં નગરયાત્રા પ્રમુખસ્વામી મહારાજે કરી હતી. આણંદ મંિદરમાં પ્રસ્થાપિત કરાયેલ ભગવાન સ્વામિનારાયણ સહિતની તમામ મૂર્તિઓમાં પ્રમુખસ્વામી મહારાજે પોતાના હસ્તે પ્રાણ પૂરીને જીવંત કરી હતી. જેથી આણંદ મંદિરનો મહિમા અનેરો છે.

ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજનો 80મો જન્મ દિવસ આણંદ અક્ષર ફાર્મ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પ્રમુખસ્વામીએ આણંદમાં સ્વામિનારાયણ મંદિરમાં રોકાઇને યુવકોને િદક્ષા પણ આપી હતી. ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ આણંદ પંથકમાં અને વિદેશમાં રહેતા હરિભક્તો પાસેથી ફંડ ફાળો ઉઘરાવી દેશ-વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંિદરો સ્થાપીને િહન્દુ ધર્મને ઉજાગર કરવાનું કામ કર્યું છે. જેના કારણે આણંદ જિલ્લામાં હજારો અનુયાયી પ્રમુખસ્વામી મહારાજના જોવા મળે છે. આણંદ તાલુકાના મોટાભાગના ગામોમાં બીએપીએસ સ્વામિનારાયણ મંિદર તથા બાળમંડળો, યુવા મંડળો, મહિલા મંડળો દ્વારા િવવિધ સામાજિક પ્રવૃત્તિ પણ પ્રમુખસ્વામીની પ્રેરણાથી ચલાવવામાં આવે છે. આમ પ્રમુખસ્વામી મહારાજે તેઓએ બીએપીએસ સંસ્થાના ગાદી સંભાળ્યા બાદ ચરોતરમાં મોટાભાગનો સમય ગાળ્યો છે.

વડતાલ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટમાંથી 125 વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજ પોતાના હરિભક્તો સાથે છુટા પડ્યા હતા. ત્યાંથી ચાલતા ચાલતા કરમસદ આવ્યા હતા. જ્યાં સરદાર પટેલના ઘરે રોકાયા હતા. ત્યારબાદ આણંદ મોટા અડધ વિસ્તાર નજીક હાલ જે જગ્યાએ સ્વામિનારાયણનું મંદિર છે તે જગ્યાએ શાસ્ત્રીજી મહારાજ હરિભક્તને ત્યાં રોકાયા હતા. ત્યારબાદ હરિભક્તો સાથે મીટીંગ કરીને ખરડો પસાર કરવામાં આવ્યો હતો અને આણંદમાં બીએપીએસ સંસ્થાની સ્થાપના કરાઇ હતી. પ્રમુખસ્વામી મહારાજે ગોંડલ ખાતે 10મી જાન્યુઆરી 1940માં શાસ્ત્રીજી મહારાજના હસ્તે દિક્ષા લીધી હતી. ત્યારબાદ તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા હતા. ગામે ગામ વિચરણ કરી સ્વાિમનારાયણ ભગવાનનો સંદેશો હરિભક્તો સુધી પહોંચાડ્યો હતો અને લોકોને વ્યસનોથી દૂર રહેવાની હાકલ કરતા હતા.બીએપીએસ સંસ્થાના 28 વર્ષની ઉંમરે પ્રમુખસ્વામી મહારાજ ગાદિપતિ તરીકે િબરાજમાન થયા હતા. વર્ષો અગાઉ શાસ્ત્રીજી મહારાજે પોતાના અનુગામી તરીકે યોગીજી મહારાજ અને ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજને નીમ્યાં હતાં.

પ્રમુખસ્વામી પોતાના સંતો સાથે ગામે ગામ વિચરણ કરી ભગવાન સ્વામિનારાયણની વિચારધારા લોકો સુધી પહોંચાડી હતી અને ટૂંકાગાળામાં બોચાસણ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય સંસ્થાનો પ્રચાર પ્રસાર કરી ગામે ગામ હરિભક્તોને પોતાના સંપ્રદાયમાં જોડી મહા સંપ્રદાય બનાવવાનું કામ કર્યુ હતું અને જોત જોતામાં તેનો ડંકો સમગ્ર ગુજરાત સહિત દેશમાં ફેલાયો હતો. હાલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના એક હજારથી વધુ મંદિરો ગામે ગામ તથા દેશ-િવદેશમાં આવેલા છે. 900 સંતો અને લાખો હરિભક્તોનો સમુદાય બીએપીએસ સંસ્થા ધરાવે છે. આમ પ્રમુખસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણના સંદેશા સાથે સાથે ચરોતરના પંથકના લોકોને સંસ્કાર સિંચવાની સાથે કુરિવાજો અને વ્યસનમુક્તિ જેવા દૂષણોથી મુક્ત કર્યા હતા અને લોકોને આધ્યાત્મિક ભાવનાએ રંગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો