• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • હાઇવેથી રામનગર સુધીનો માર્ગ બિસ્માર, પ્રજા પરેશાન

હાઇવેથી રામનગર સુધીનો માર્ગ બિસ્માર, પ્રજા પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે -8થી રામનગર ગામને જોડતા મુખ્યમાર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે.ત્યારે વરસાદ પડતાં ગાબડા પડતાની સાથે માર્ગ પર ઠેર ઠેર ધોવાણ થઇ ગયેલ છે.જેના પગલે વારંવાર અકસ્માત સર્જાતા હોય ગ્રામજનો હેરાનપરેશાન થઇ ગયા છે. તંત્ર સમક્ષ રજૂઆત કરવાં છતાં પરિણામ શૂન્ય જોવા મળે છે.

રામનગરના ગ્રામજનોએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા વિકાસના નામે ઠેર ઠેર મુખ્યમાર્ગો બનાવીને કરોડો રૂપિયાના ધુમાડા કરાયા છે.ત્યારે માર્ગ બનાવતા કોન્ટ્રાકટરો દ્વારા હલકી ગુણવતાનું મટીરીયલ વાપરવામાં આવતું હોય છે. બીજી તરફ વહીવટી તંત્રના અધિકારીઓની રહેમ નજર હોય તેમ માર્ગમકાન વિભાગના સતાધિશો માર્ગની ચકાસણી કરાયા વિના જ બીલ પાસ કરી દેવામાં આવતાં હોય છે.પરંતુ હકીકતમાં વરસાદની પડતાની સાથે નેશનલ હાઇવેથી રામનગર તરફ પસાર થતાં માર્ગોનું ઠેર ઠેર ધોવાણ થઇ ગયેલ છે.ત્યારબાદ માર્ગ પર ઝાડીઝાખરા વધી ગયા હોવાથી રાત્રિના સમયે વાહનચાલકોને દેખાઇ નહીં દેતા અકસ્માતનું ભોગ બનવું પડે છે. આણંદ જિલ્લાના સતાધિશો દ્વાર સત્વરે ઘટતું કરીને યુધ્ધના ધોરણે માર્ગનું નવીનીકરણ કામગીરી હાથધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...