• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પેટલાદમાં રથયાત્રાના પગલે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા

પેટલાદમાં રથયાત્રાના પગલે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ શહેર આજે ખાતે રણછોડજી મંદિરથી રથયાત્રા નીકળનાર છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા પેટલાદ શહેરના મુખ્યમાર્ગો પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.અને વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ રૂટ જાહેર કરાયો છે. આ રૂટ માત્ર અષાઢી બીજ પૂરતો પ્રતિબંધ મૂકાયો છે. બીજા દિવસથી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઇ જશે.

આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ રણછોડજી મંદિરથી શાકમાર્કેટ, ટાઉનહોલ, એન.કે.હાઇસ્કૂલ, સરદાર ચોક, સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ, નાની શાકમાર્કેટ, જેત્રાના વડ, કાળકા ચોકી, પઠાણવાડા, હજામ લીમડી, વ્યાસવાડા, નારિયાપાડા, પ્રકાશ મોદીનું દવાખાનું, પારેખની ખડકી, ચોકસી બજાર, પટેલ સોડા ફેકટરી, અંબામાતા મંદિર, ભાઇ ચકલા, દેવકુવા ટાવર, ચાવડી બજાર, નાગરકુવા, જવાહર શેરી, હનુમાન ફળિયા, ગાંધી ચોક, ચાવડી બજાર, નવાપુરા થઇ રણછોડજી મંદિરે પરત આવશે.

હાલ પેટલાદ શહેરમાં નડીઆદ-ખંભાત રોડ ઉપર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે નાના તથા મોટા વાહનો સહિતનો તમામ ટ્રાફિક પેટલાદ શહેરમાંથી પસાર થાય છે. રથયાત્રાના રૂટ ઉપરથી જ તમામ ટ્રાફિક પસાર થતો હોવાથી આજે સવારના ૮-૦૦ થી રાત્રિના ૧૨-૦૦ કલાક દરમિયાન પેટલાદ શહેરના મુખ્ય માર્ગ ઉપરથી વાહનોની અવરજ-જવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા
રથ યાત્રાના પગલે તંત્ર દ્વારા વાહન ચાલકોને સગવડતા પડી રહે તે માટે નડીઆદ આણંદ તરફથી ધર્મજ તરફ જતો ટ્રાફિક રંગાઇપુરાથી ભવાનીપુરા થઇ ફાગણી, દંતાલી, કોલેજ ચોકડીથી સાંઇનાથ ચોકડીથી ધર્મજ તરફ જશે આજ રીતે ધર્મજ તરફથી નડીઆદ-આણંદ તરફ જતો ટ્રાફિક પેટલાદ કોલેજ ચોકડીથી દંતાલી, ફાગણી, ભવાનીપુરા, રંગાઇપુરા થઇ બાંધણી ચોકડી તરફ જશે.

અન્ય સમાચારો પણ છે...