બદલપુરમાં પરિણીતાની છેડતી કરતા ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | બોરસદ તાલુકાના બદલપુરમાં એક શખ્સે પરિણીતાની છેડતી કરતા અને બીજા શખ્સે તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા વિરસદ પોલીસે છેડતીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ તાલુકાના બદલપુરમાં રહેતી એક પરિણીતાનો બળજબરીથી હાથ ખેંચી તેને બાથ ભીડી લેનારા યુવક દિલીપસિંહ ઝીલુભા પરમારને પરિણીતાના પતિએ ઠપકો આપ્યો હતો. જોકે, તેનું ઉપરાણું લઈને તેના મિત્ર અમરસિંહ ચંદુ પરમારે પતિને ધમકી આપી હતી. આ અંગે પરિણીતાએ બંને વિરૂદ્ધ વિરસદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...