તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વાસદ પાસે બાઈકને ફોર વ્હીલરે અડફેટે લેતાં 1નું મોત : ત્રણને ઈજા

વાસદ પાસે બાઈકને ફોર વ્હીલરે અડફેટે લેતાં 1નું મોત : ત્રણને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસદપાસેની સહકાર હોટલ પાસે રવિવારે બપોરે એક પૂરપાટ જતી કારના ચાલકે એક બાઈકને અડફેટે લેતાં બાઇક પરથી પટકાયેલ મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુંઉ ત્યારે તેના પતિ અને સંતાનોને ઇજાઓ પહોંચી હતી.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામના રહેવાસી અયુબભાઈ વ્હોરા તેમના પત્ની બિલ્કીસબાનુ તેમજ તેમના બે સંતાનો રોનક તેમજ સાહિલને લઈ રવિવારે બપોરે ચાર કલાકે બાઈક પર આણંદ ખાતે લગ્નમાં આવી રહ્યા હતા. તેઓ વાસદ પાસેની સહકાર હોટલ પાસે પહોંચ્યા ત્યારે સમયે પાછળથી એક પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમને અડફેટે લીધા હતા. ઘટના બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ બાઈક સવાર દંપતિ તેમજ તેમના બે સંતાનો ફંગોળાયા હતા જેમાં 32 વર્ષીય બિલ્કીસબાનુને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બંને સંતાનો તેમજ તેમના પતિ અયુબભાઈને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

બનાવ અંગે વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...