તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદના પોલીસ કોન્સ્ટેબલ રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરશે

આણંદના પોલીસ કોન્સ્ટેબલ રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલઇન્ડિયા પોલીસ ગેમની હેન્ડબોલ સ્પર્ધા અગામી તા.14મીથી જોધપુર ખાતે શરૂ થઇ રહી છે. જેમાં ગુજરાતની પોલીસ ટીમમાં આણંદ રેન્જમાંથી એક માત્ર આણંદ લોટીયા ભાગોળના પોલીસ સ્ટેશનના રાઇટર વિનયભાઈ દવેની પસંદગી કરવામાં આવી છે. તેઓને ગુજરાતની ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આમ તેઓએ આણંદ પોલીસનું ગૌરવ વધાર્યું છે.

ગાંધીનગર વતની અને 1997માં પોલીસમાં જોડાયેલા વિનયભાઈ નરહરિપ્રસાદ દવે અગાઉ 64મી ઓલ ઇન્ડિયા પોલીસ ગેમમાં અંતર્ગત યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં છેલ્લા 16 વર્ષથી 47 વખત ભાગ લઇ ચૂક્યા છે. વોલીબોલ ટીમના કેપ્ટન પણ રહી ચૂકયા છે.1991માં ઇન્ડિયા બેઝનો જુનિયર એવોર્ડ પણ તેઓને મળ્યો હતો. અગામી 14મી માર્ચથી જોધપુર ખાતે ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ અંતર્ગત યોજાનાર હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાત પોલીસ હેન્ડબોલ ટીમનું નેતૃત્વ વિનયભાઈ દવે કરશે. તેઓ હાલ આણંદ લોટીયા ભાગોળ પોલીસ સ્ટેશનમાં રાઇટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને આણંદ રેન્જમાંથી એક માત્ર તેઓની હેન્ડબોલ સ્પર્ધામાં પસંદગી પામ્યા છે.આમ તેઓએ આણંદ પોલીસનું ગૌરવ વધાર્યું છે.

ઉપરાંત વિનયભાઈ દવે અગાઉ પણ ગુજરાત પોલીસ ટીમમાં વોલીબોલ ટીમનું ઘણી વખત નેતૃત્વ કરીને પોતાની ટીમને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...