તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ ખેડામાં રેવન્યુ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

આણંદ-ખેડામાં રેવન્યુ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતગૌણ પસંદગી સેવા મંડળ ગાંધીનગર દ્વારા રવિવારે ખેડા િજલ્લામાં યોજાયેલ રેવન્યુ તલાટીની પરીક્ષામાં 17871 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે 4919 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષામાં કોઈ અનિચ્છનિય બનાવ બને તે માટે સબંધિત તંત્ર દ્વારા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

િજલ્લા શિક્ષણાધિકારીના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા િજલ્લામાં 60 સ્થળોએથી રેવન્યુ તલાટીની પરીક્ષા રવિવારે બપોરે 12 થી 1 કલાક દરમિયાન લેવામાં આવી હતી. ખેડા િજલ્લાના કુલ 22790 ઉમેદવારો પૈકી 17871 ઉમેદવારોએ િજલ્લાના વિવિધ 60 સ્થળોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

પરીક્ષામાં કુલ 4919 ઉમદેવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ખેડા િજલ્લામાં પરીક્ષા દરમિયાન ગેરરીિતનો એક પણ કેસ નોંધાયો નહતો. િજલ્લાના 60 સ્થળોએ લેવાયેલ પરીક્ષામાં 60 સ્થળ સંચાલકો, 760 વર્ગ નિરીક્ષક, 246 લોબી સુપરવાઈઝર સહિત 1 હજારથી વધુ કર્મચારીઓએ ફરજ બજાવી હતી. પરીક્ષામાં કોઈ ગેરરીિત થાય તે માટે 54 પરીક્ષા સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. પરીક્ષા દરમિયાન ગુજરાત ગૌણ સેવાપસંદગી સેવા મંડળના 60 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા બપોરે 12 થી 1 કલાક દરમિયાન યોજાયેલ જનરલ નોલેજના પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પુછાયા હતા.

દેશમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે જાણકારી હોય તેવા ઉમેદવારો માટે પ્રશ્નપત્ર સરળ બની ગયુ હતું. બપોરે પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપરને સીલ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રતિનિધિઓ મારફતે ગાંધીનગર મુકામે રવાના કરાયા હોવાનું જાણવા મળેલ છે.

14505 ઉમેદવારોએ પરીક્ષા આપી

રેવન્યુતલાટી વર્ગ 3ની રવિવારે યોજાયેલી પરીક્ષામાં આણંદ જિલ્લામાંથી 14505 ઉમેદવારોએ તલાટીની પરીક્ષા આપી હતી. આણંદ જિલ્લામાં 44 કેન્દ્રો પર 565 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. આણંદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એમ.એન.પટેલે જણાવ્યું હતું કે ‘આણંદ જિલ્લામાં 44 કેન્દ્રો પર 565 બ્લોકમાં રેવન્યુ તલાટી માટેની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લામાં નોંધાયેલા 18,555 પૈકી 14,505 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમજ 3750 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જિલ્લામાં તલાટી માટેની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.’ આણંદમાં 22, વિદ્યાનગરમાં 14, બાકરોલમાં 2, બોરીઆવીમાં 3, મોગરીમાં 1 અને ગામડીમાં 3 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી.

ચરોતરમાં રવિવારે બપોરે રેવન્યુ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. કોઈ કેન્દ્ર પરથી ગેરરીતિના એકપણ બનાવ નોંધાયા નહોતા.

અન્ય સમાચારો પણ છે...