તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બોર્ડની પરીક્ષામાં 170 બિલ્ડિંગ પર સીસીટીવી ટેબલેટની નજર રહેશે

બોર્ડની પરીક્ષામાં 170 બિલ્ડિંગ પર સીસીટીવી-ટેબલેટની નજર રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડનીપરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ વિભાગ પણ તૈયારીઓમાં લાગી ગયું છે. આણંદ જિલ્લામાં 51 કેન્દ્રો પરથી બોર્ડની ધો.10, ધો.12 વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહની પરીક્ષા લેવામાં આવશે. જિલ્લાના 61,517 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે 170 પરીક્ષાસ્થળોએ સીસીટીવી કેમેરા અને ટેબલેટની બાજનજર રહેશે.

આણંદ જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે.ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 8મી માર્ચથી ધો.10, ધો.12 સામાન્યપ્રવાહ અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થશે. આણંદ જિલ્લામાં 35 કેન્દ્રો પરથી 102 બિલ્ડિંગમાં ધો.10ની, 5 કેન્દ્રો પરથી 24 બિલ્ડિંગમાં ધો.12 વિજ્ઞાનપ્રવાહની અને 11 કેન્દ્રો પરથી 44 બિલ્ડિંગમાં ધો.12 સામાન્યપ્રવાહની પરીક્ષા લેવામાં આવશે.

જિલ્લામાં 38,977 વિદ્યાર્થીઓ ધો.10ની, 6580 વિદ્યાર્થીઓ ધો.12 વિજ્ઞાનપ્રવાહની અને 15,960 વિદ્યાર્થીઓ ધો.12 સામાન્યપ્રવાહની પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધો.10 ના 102 પૈકી 93 બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા અને 9 બિલ્ડિંગમાં ટેબલેટ, ધો.12 વિજ્ઞાનપ્રવાહના તમામ 24 બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા તેમજ ધો.12 સામાન્યપ્રવાહના 44 બિલ્ડિંગ પૈકી 36 બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા અને 8 બિલ્ડિંગમાં ટેબલેટ હેઠળ પરીક્ષા દરમિયાન થતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.

બોર્ડ પરીક્ષા લેવામાં આવનાર છે તેવા 153 પરીક્ષાસ્થળો પર સીસીટીવી કેમેરાની સુવિધા છે જયારે 17 પરીક્ષાસ્થળો પર ટેબલેટ ગોઠવવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટે વ્યવસ્થા ગોઠવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.’

આણંદ જિલ્લાના 51 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...