તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • દુકાનના કૌભાંડમાં વેપારીઓની આગોતર જામીન અરજી મુલતવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુકાનના કૌભાંડમાં વેપારીઓની આગોતર જામીન અરજી મુલતવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદબસ સ્ટેન્ડ પાસેની દુકાનોની ફાળવણી મુદૃે પાલિકા સત્તાધીશો તેમજ આણંદના વેપારીઓએ કરેલા ભ્રષ્ટાચાર મુદૃે દુકાનના આઠ માલિકોએ ગુરૂવારે આણંદ જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન મૂકી હતી. જોકે, હાલમાં અરજી પેન્ડીંગ છે.

અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ બસ સ્ટેન્ડ પાસેની દુકાનોની ફાળવણી મુદે તત્કાલિન પ્રમુખ પ્રજ્ઞેશ પટેલે ચીફ ઓફિસર અને કારોબારી સભ્યો સાથે મળીને રૂા. 29 લાખનો ભ્રષ્ટાચાર આચર્યો હતો. અંગેની વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આણંદ એસીબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નહોતી. જેને પગલે અરજદારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે દરમિયાનગીરી કર્યા બાદ આણંદ એસીબી દ્વારા આણંદ શહેર પોલીસ સ્ટેશને તત્કાલિન પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ સહિત કુલ 18 શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. ફરિયાદ બાદ બીજી તરફ મામલે અમદાવાદ એસીબી ગ્રામ્ય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ બસ સ્ટેન્ડના આઠ દુકાનના માલિકોએ ગુરૂવારે આણંદ જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા. અંગે વાત કરતા સરકારી વકીલ ડી પટેલે જણાવ્યું હતું કે, એમ.એમ. પરમારની કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા. પરંતુ હાલમાં તેઓ રજા પર હોઈ તેમની સુનાવણી પેન્ડિંગ છે. જે આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો