તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • લીંગડાના ચાર ઇસમોએ જમીન વેચવાના બહાને 30 લાખ પડાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંગડાના ચાર ઇસમોએ જમીન વેચવાના બહાને 30 લાખ પડાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરેઠતાલુકાના લીંગડા ગામે રહેતા ચાર શખ્સોએ એક વર્ષ અગાઉ આણંદના વ્યક્તિને જમીન વેચાણ આપવાનું કહી 30 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ શખ્સોએ અન્ય ઇસમને જમીન વેચી દઇ આણંદના વ્યક્તિ સાથે છેતરપિંડી આચરતા ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યાનુસાર, લીંગડા ગામે રહેતા અશોકભાઈ પરસોત્તમભાઈ પટેલે એક વર્ષ અગાઉ આણંદ વ્રજધામ સોસાયટીમાં રહેતા કલ્પેશ ભગુ પટેલને પોતાની જમીન વેચવાની છે તેવી વાત કરીને અશોકભાઈના પરિવારે કલ્પેશભાઈને જમીન આપવાની લાલચ આપી રૂ.30 લાખ લીધા હતા. ત્યારબાદ અશોક પટેલ અને તેમના ઘરના સભ્યોએ જમીન ગામના સીતારામભાઇને વેચાણ આપી દીધી હતી. આમ અશોક પટેલના પરિવારે છેતરપિંડી આચરી હતી. અંગે કલ્પેશ પટેલે ઉમરેઠ પોલીસ મથકે અશોક પરસોત્તમ પટેલ સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો