તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • તારાપુરના મધ્યાહન ભોજનના કોન્ટ્રાક્ટરને ~ 50 હજારનો દંડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારાપુરના મધ્યાહન ભોજનના કોન્ટ્રાક્ટરને ~ 50 હજારનો દંડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તારાપુર-ખંભાતહાઇવે પર ભંડરેજ ચોકડી નજીક એક વર્ષ અગાઉ બે ટેમ્પામાંથી સરકારી અનાજનો જથ્થો રૂ.3,50,000/- ઉપરાંતનો અન્ય ટેમ્પામાં સગેવગે કરતા રંગેહાથ ઝડપાયો હતો. પૂરવઠા અધિકારી અને તારાપુર મામલતદારે ત્યારે અનાજનો જથ્થો સીઝ કરીને મધ્યાન ભોજન યોજનાના કોન્ટ્રાક્ટર અને ટેમ્પાના ચાલક િવરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સંપૂર્ણ તપાસ કર્યા બાદ તારાપુર મામલતદારે તેનો રિપોર્ટ કલેક્ટરને મોકલી આપ્યો હતો. તેના આધારે તાજેતરમાં કલેક્ટર ડૉ.ધવલ પટેલે ડોરસ્ટેપ િડલીવરી કોન્ટ્રાક્ટરે કરારની શરતોનો ભંગ કરવા બદલ રૂ.50 હજાર દંડ તથા બંને ટેમ્પાની કિંમતની 10 ટકા રકમ રૂ.59 હજારનો દંડ લઈ રાજ્યસાત કરવાનો હુકમ કર્યો છે.

તારાપુર પંથકના આમલિયારા, જીચકા, મોરજ, ગોરાડ, રિંઝા વગેરે ગામના મ.ભો.યોજનાના કેન્દ્રોમાં અનાજનો જથ્થો પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ બટુકસિંહને આપેલ છે. ગત તા.12/8/15 ના રોજ બટુકસિંહના બે ટેમ્પા ખંભાત સરકારી ગોડાઉનમાં અનાજનો જથ્થો લેવા માટે મોકલ્યા હતા. બંને ટેમ્પામાં મધ્યાહન ભોજનનો અનાજનો જથ્થો લઇને ટેમ્પાચાલકો નીકળ્યાં હતાં. જે તે સમયે ટેમ્પાચાલકોએ સરકારી અનાજનો જથ્થો કેન્દ્રો ઉપર નિયત સમયે પહોંચાડ્યો હતો અને ખંભાત-તારાપુર હાઇવે ઉપર ભંડરેજ ચોકડી નજીક બપોરના સમયે બંને ટેમ્પામાંથી અન્ય વાહનમાં અનાજનો જથ્થો તબદીલ કરીને સગેવગે કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. દરમિયાન એક સામાજિક કાર્યકર ભાનુબેન પરમાર તથા ડો.માર્યકલ માર્ટીન તથા ગામના લોકોએ ભેગા મળી જથ્થો સગેવગે કરતા ટેમ્પાના ચાલક િફરોજખાન એમ. ચાવડા અને મહંમદસલીમ શેખને ઝડપી પાડ્યા હતા અ્ને તેઓએ અંગે તારાપુર મામલતદાર અને જિલ્લા પૂરવઠાને જાણ કરતા તંત્રએ ઘટનાસ્થળે દોડી જઇ રૂ.3,65,000 ઉપરાંતનો અનાજનો જથ્થો સિઝ કર્યો હતો. ત્યારબાદ કોન્ટ્રાક્ટર અને ટેમ્પાચાલક િવરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તારાપુર મામલતદાર અને પૂરવઠાતંત્ર દ્વારા અંગે સંપૂર્ણ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરી કલેક્ટરને મોકલી આપ્યો હતો. રિપોર્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા અનાજનો જથ્થો કેન્દ્રો ઉપર નિયત સમયે પહોંચાડવામાં બેદરકારી દાખવી હોવાનું માલૂમ પડ્યું હતું. આવશ્યક ચીજ-વસ્તુ અધિનિયમ-1955ની કલમ 6-ક(1)(ક)ની સત્તાની રૂએ કલેક્ટર ડૉ.ધવલ પટેલે ટેમ્પાચાલકોની જુબાની તથા તપાસના રિપોર્ટને ચકાસ્યા બાદ ક્ષતિઓ બદલ સરકારે કબજે લીધેલ ટેમ્પાની કિંમત રૂ.2,90,000/-ની 10 ટકા રકમ રૂ.29000/- તથા બીજા ટેમ્પાની િકંમત રૂ.3,00,000/-ની 10 ટકા રકમ રૂ.30000/- મળીને કુલ્લે રૂ.59000/- રાજ્યસાત કરવા તથા ડોરસ્ટેપ ડિલીવરી કોન્ટ્રાક્ટર દ્વારા ડિલીવરીની શરતોનો ભંગ કરવા બદલ રૂ.50000/-નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. હુકમ કરવામાં આવતા ગેરરિતી કરનારા ઇસમોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો