Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓનલાઈન પ્રક્રિયા છતાં 7 સરકારી PTC કોલેજોમાં બારોબાર અેડમિશનનું કૌભાંડ
રાજ્યનીસરકારી-ગ્રાન્ટેડ પીટીસી કોલેજોમાં બેઠકો ખાલી પડે અને તે સંજોગોમાંસ્ટાફ ફાજલ પડે તો તેમને અન્ય સંસ્થા કે કચેરીમાં નિમણૂંક આપવાનો રાજ્ય સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો હતો. સંજોગોમાં કોલેજ બંધ થાય અને પોતાને અન્યત્ર જવું પડે તે માટે સાત પીટીસી કોલેજના શિક્ષકો-અધ્યાપકો તેમજ સ્ટાફે મળીને પ્રવેશનું કૌભાંડ આચર્યું છે. પીટીસીની પ્રવેશ કાર્યવાહીના છેલ્લા દિવસે તેમણે ચલણ ફડાવીને વિદ્યાર્થીઓને પોતાની કોલેજોમાં પ્રવેશ ફાળવી દીધો હતો. પ્રવેશ પ્રક્રિયામાં ફોર્મ ભરવાથી માંડીને પ્રવેશ સુધીની કાર્યવાહી ઓનલાઈન હોવા છતાં પીટીસી શિક્ષકો-અધ્યાપકોએ કૌભાંડમાં પ્રવેશ ફાળવવા સાદા ફોર્મ રૂબરૂમાં ભરાવ્યા અને તેના પર સરકારી સિક્કો મારીને તેને કાયદેસરનું સ્વરૂપ આપી દીધું હતું.
કઇકોલેજમાં પ્રવેશ ફાળવ્યો : આણંદ,અમરેલી, પોરબંદર, મહેસાણા, બનાસકાંઠા, જામનગર અને ડાંગની સરકારી ડાયેટ અને ગ્રાન્ટેડ પીટીસી કોલેજ.
કોલેજ બંધ થતી અટકાવવા પ્રવેશ આપ્યા
કોલેજમાંયુનિટદીઠ દસથી વધુ વિદ્યાર્થી થઇ જાય તો કોલેજ બંધ કરવી પડે. આથી કોલેજોને ચાલુ રાખવા જરૂરી ઓછામાં ઓછી સંખ્યા જેટલા બારોબાર એડમિશન ફાળવી દેવાયા, જેથી કોલેજ ચાલુ રહે અને અધ્યાપકો પણ ફાજલ થાય નહીં.
નિયામકનીમંજૂરી લેવામાં આવી હતી
^આમેયપીટીસીમાં બેઠકો ખાલી રહે છે અને છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આવતા ડિરેકટરની મંજૂરી લઇને તેમને પ્રવેશ ફાળવ્યો છે. પીટીસીમાં 8303માંથી ચાર હજાર ઉપરાંતની બેઠકો ખાલી છે. > આર.આર.પટેલ,ડેપ્યુટીડિરેકટર, પીટીસી પ્રવેશ પ્રક્રિયા સંચાલનકર્તા
{ 9થી 18 જૂન ઓનલાઈન ફોર્મ ભરાયા.
{ 13થી19 જુલાઇ સુધી ઓનલાઈન પ્રવેશ.
{ 19મીએ રૂબરૂમાં ફોર્મ ભરાવી પ્રવેશ આપ્યો.
પ્રવેશ કાર્યવાહીના છેલ્લા દિવસે ફોર્મ મેન્યૂઅલી ભરાવ્યાં
શિક્ષકો ફાજલ પડે તે માટે નિયમો નેવે મૂક્યા