આણંદ જુના બસસ્ટેન્ડ પાસે આવેલ ધર્મેશ્વર મહાદેવ નજીક વરસાદી પાણીનો
આણંદ જુના બસસ્ટેન્ડ પાસે આવેલ ધર્મેશ્વર મહાદેવ નજીક વરસાદી પાણીનો નિકાલના અભાવે ઠેર-ઠેર ખાબોચીયા ભરાઇ જતાં હોય છે. જેના પગલે અસહ્ય પ્રમાણમાં દુર્ગંધ ફેલાતી હોવાથી રાહદારીઓ વર્ગ અને દર્શનાર્થીઓને હાલાકીઓનો ભોગ બનવું પડે છે. આણંદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સત્વરે ઘટતું કરી ધર્મેશ્વર મહાદેવ પાસે ભરાઇ રહેતા વરસાદી પાણીનો કાયમી ધોરણે નીકાલ કરવામાં આવે તેવી નગરજનોમાં માંગ ઉઠવા પામી છે.
આણંદ ધર્મેશ્વર મહાદેવ પાસે વરસાદી પાણી ભરાઇ રહેતા હાલાકી