તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • હવે, કાર્ડધારકોને અનાજના જથ્થાની જાણ મોબાઇલ ફોન પર થઇ જશે!

હવે, કાર્ડધારકોને અનાજના જથ્થાની જાણ મોબાઇલ ફોન પર થઇ જશે!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લામાં આવેલા વ્યાજબીભાવની દુકાન પરથી રાશન મેળવવા માટે હવે, વારેવાર દુકાનના ધરમધકકા ખાવા નહીં પડે, જેવો જથ્થો દુકાન પર આવશે તેની સાથે ગ્રાહકના મોબાઇમાં તેનો મેસેજ આવી જશે. જેથી તે દુકાન પર જથ્થો લેવા જઇ શકશે. જેથી વેપારી અને ગ્રાહકનો સમય અને નાણાંનો બચાવ થઇ શકશે. સાથે સાથે તમામ લાભાર્થીઓને તેનો જથ્થો સમયસર મળી શકશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી આર.ટી.ઝાલાએ જણાવ્યું હતું.

અંગેની માહિતી આપતાં જિલ્લા પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા લાભાર્થીઓને જથ્થો આપવામા આડોડાઇ કરવામાં આવતી હોય છે.

ઘણી વખત જથ્થો આવી ગયા છતાં પણ જથ્થો આવ્યો નથી. કાલે આવજો, જયારે જથ્થો આવશે. ત્યારે મળશે, તેવા જવાબો આપવામાં આવે છે. જેના કારણે લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવી સમસ્યાના નિવારણ માટે લાભાર્થીઓને અનાજની દુકાન પર જથ્થો આવી ગયો છે. તેની જાણ થઇ શકશે. તેમજ ગેરરિતીનું પ્રમાણ પણ ઘટી શકશે. જેની માટે લાભાર્થીઓએ પોતાના મોબાઇલ પર પી.ડી.એસ એલર્ટ મેસેજ માટ નંબર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સુવિધા ઉભી થવાને કારણે લાભાર્થીઓને સીધો લાભ મળી શકશે. તેમજ વધારે સારી રીતે તમામ લાભાર્થીઓને જથ્થો મળી શકશે.

અત્રે ઉલ્લેખનીય છેકે, કેટલાક દુકાનદારો જથ્થો લાભાર્થીને આપવાના બદલે સગેવગે કરતાં હોય છે. જે બદી દૂર થશે.

કાળા બજારીયાનું પ્રમાણ ઘટશે

લાભાર્થીઓનેતેઓના માોબાઇલ મારફતે અનાજનો જથ્થો આવ્યો છે કે નહીં તેની માહિતી મળતાં દુકાનદારો ખોટી માહિતી આપી નહીં શકે, તેમજ લાભાર્થીઓને વારંવાર દુકાનના ધકકા ખાવાની પળોજણમાંથી મુકિત મળી જશે. તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.

મોબાઇલનંબર રજિસ્ટર કરાવી મોબાઇલ હોય તેવા લાભાર્થીને પણ મદદ કરી શકાય

સામાન્યરીતે મોબાઇલ પર મેસેજ મેળવવા માટે પોતાનો મોબાઇલ રજિસ્ટર કરાવવાનો રહેશે. જેથી અન્ય લાભાર્થીઓને પણ તેનો લાભ આપી શકાય. તેમજ જેની પાસે મોબાઇલ નથી તેવા લાભાર્થીઓને પણ જાણ કરીને જથ્થો લઇ આવવા માટે કહી શકાય.

લાભાર્થીઓને વ્યાજબી ભાવની દુકાનના ધરમધકકા ખાવા નહીં પડે

અન્ય સમાચારો પણ છે...