તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ત્રણ વ્યાજબીભાવની દુકાન પર પુરવઠા વિભાગે દરોડાં પાડ્યાં

ત્રણ વ્યાજબીભાવની દુકાન પર પુરવઠા વિભાગે દરોડાં પાડ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લામાં આવેલી ત્રણ વ્યાજબીભાવની દુકાનો પર પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં ત્રણેય સ્થળોએ સ્ટોક પત્રક નિભાવણી કરવામાં આવી હતી. તેમજ બિનહિસાબી જથ્થો મળી આવ્યો હતો. જેથી તેઓની પાસેથી પોણા લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અંગેની વધુ માહિતી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી આર.ટી.ઝાલાએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં વ્યાબીભાવની દુકાનોના સંચાલકો દ્વારા જથ્થાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોય તેવી ફરિયાદો મળી હતી. ફરિયાદોના આધારે આણંદ તાલુકાના ગામડી ગામે આવેલી દુકાન પર દરોડો પાડ્યો હતો. જેમાં દુકાનદાર સતિષભાઇ વસાવાએ દુકાનમાં મુકેલા માલ સામાનની કોઇ પણ સ્ટોક પત્રક નિભાવ્યું હતું. જેથી ઘંઉ, ચોખા, તેલ અને મીઠાનો કુલ રૂા.9574નો જથ્થો જપ્ત કર્યો હતો. જયારે બીજો દરોડો ખંભાત તાલુકાના બામણગામે પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનના સંચાલક હરેન્દ્રકુમાર ચાવડા મંજૂર કરવામાં આવેલા સ્થળની જગ્યા કરતાં અન્ય સ્થળે પોતાનો ધંધો કરતાં હતાં. જેની માટે કોઇ પણ પ્રકારની મંજૂરી પણ મેળવી હતી. દુકાનદાર દ્વારા રજી ફેબ્રુઆરીથી નવેમ્બર માસ સુધીનો હિસાબ પણ રજૂ કર્યો હતો. જેથી રૂ.55,399નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત ત્રીજો દરોડો આણંદ તાલુકાના બાકરોલ ગામે લતિફ મન્સુરીની દુકાન પર પાડાવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન રૂ.9,227નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તમામ માલનો કોઇ હિસાબ નિભાવવામાં આવ્યો હતો. તેમજ જરૂરી પત્રો પણ રાખવામાં આવ્યા હતા.

આમ ત્રણેય દુકાનદારોનો જથ્થો જપ્ત કરીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. જેથી આગામી દિવસોમાં દુકાનદારોના પરવાના મોકૂફ રાખવા તથ સસ્પેન્ડ થવા સુધીની કાર્યવાહી પણ થઇ શકે છે. પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા ઇસમોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે.

પોણા લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

ગામડી, બાકરોલ અને બામણિયા ગામનો સમાવેશ

અન્ય સમાચારો પણ છે...