તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • નોટબંધીના વિરોધમાં જોળ ગામે સ્વયંભૂ બંધ પાળ્યો

નોટબંધીના વિરોધમાં જોળ ગામે સ્વયંભૂ બંધ પાળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદતાલુકાના જોળ ગામે નોટનાબૂદી બાદ નાણાંકીય ખેંચ વર્તાતા સમગ્ર ગામ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. ગામના લોકો પશુપાલનનો વ્યવસાય પર નભે છે. પરંતુ છેલ્લા 20 દિવસથી દૂધ મંડળી દ્વારા નાણાં ચૂકવતાં નાણાંકીય સંકટ ઉભુ થયું છે. ગ્રામજનોને જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ વેપારીઓ દ્વારા ઉધાર આપવામાં આવતી હતી. વેપારીઓ શાખ પર ઉધાર માલ આપતાં હતા. પરંતુ તેઓની પાસે માલ લાવવાની પૈસા રહેતાં ઉધાર આપવાનું બંધ કરી દીધું છે. અને દુકાનોમાં પુરતો માલ હોવાથી મંગળવારે વેપારી સહિત ગ્રામજનોએ બંધ પાળીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે.

જોળ ગામે 500થીવધુ પરિવારો રહે છે. 8 હજારની વસ્તી ધરાવે છે. જેમાં 350 જેટલા પરિવારો પશુપાલન પર નભે છે. ત્યારે બાકીના પરિવારો છુટક મજુરી અને ખેતીકામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. 500-1000ની નોટ રદ થયા બાદ બેંકો દ્વારા નક્કી કરેલી રકમો આપવામાં આવે છે. હાલ 20 હજાર સુધી કેશ અઠવાડિયામાં એકવાર આપવામાં આવે છે. જેથી ગામની દૂધ મંડળી દ્વારા અગાઉના નાણાં નિયમિત ચૂકવાતા હતા. પરંતુ છેલ્લા 20 દિવસથી નાણાં ચૂકવવામાં આવતા નથી. દૂધ મંડળી દ્વારા સભાસદોના ખાતા ખોલાવી બેંકમાં નાણાં જમા કરવાનું નક્કી કરેલ છે. પરંતુ ગામમાં 350 સભાસદોના ગામમાં આવેલ એક બેંકમાં ખાતા ખોલાવવાનું ચાલુ છે. જેના કારણે છેલ્લા 20 દિવસથી પશુપાલકોને દૂધના નાણાં મળ્યા નથી. તેથી તેઓને પોતાનું ઘર ચલાવવા માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે નાણાં પણ તેમની રહ્યા નથી. ગામમાં આવેલ દુકાનદારો દ્વારા 20 દિવસ ગ્રામજનોને ઉધારમાં ચીજવસ્તુ આપવામાં આવતી નથી.

20 દિવસથી નાણાંની સમસ્યા સર્જાઇ

^દૂધમંડળીના ચેરમેન ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગત તા. 9મીથી દૂધના નાણાં આપવાનું બંધ કરાયુ છે.નાણાંની કટોકટીને કારણે પુરતા નાણાં આવતાં નથી. તેથી નિર્ણય લેવાયો છે. તમામ સભાસદો અને પશુપાલકોના બેંકમાં ખાતા ખોલાવી તેમજ રોજેરોજના નાણાં જમા કરવાની વ્યવસ્થા કરાઇ છે. પરંતુ હાલમાં બેંકમાં ખાતા ખોલવાની પ્રક્રિયા ચાલુ છે. જેથી પશુપાલકોને નાણાં મળતાં સમસ્યા સર્જાઇ છે.

વેપારીઓ પાસે માલ રહેતાં સ્વયં બંધ પાળ્યો

^દૂધમંડળી દ્વારા નાણાં ચૂકવાતાં પશુપાલન પર નભતા લોકોને નાણાંની ખેંચ વર્તાઇ છે. વેપારીઓ પણ 20 દિવસથી ઉધાર માલ આપતાં હતાં. જેને કારણે વેપારીઓને રોજેરોજની આવક બંધ થઇ ગઇ હતી. જેથી બજારમાંથી માલ લાવવાના પૈસા તેમની પાસે રહેતાં વેપારીઓએ મંગળવારે સ્વયં બંધ પાળ્યો હતો. > યોગેશભાઇપટેલ, સ્થાનિકરહીશ

રોકડની અછતના પગલે વેપારીઓએ ઉધાર બંધ કર્યું

જોળની દૂધ મંડળીમાં નાણાં અપાતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયાં

અન્ય સમાચારો પણ છે...