• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • માવઠાથી કપાસના પાકને સીધું નુકસાન અન્ય પાકોમાં ચુસીયા જીવાતની દહેશત

માવઠાથી કપાસના પાકને સીધું નુકસાન અન્ય પાકોમાં ચુસીયા જીવાતની દહેશત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ-ખેડા જિલ્લામાં ઓખી વાવાઝોડાના પગલે સતત બે દિવસથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો છે.જેના કારણે કપાસ કરતાં ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી વર્તાઇ રહી છે. જયારે સમયે ઘંઉ અને બટાકાની રોપણીનું કામ કરેલ હોયતો નુકશાન થવાનો ભયઓછો છે. જયારે શાકભાજી સહિત અન્ય પાકોમાં માવઠાબાદ ચુસીયા જીવાતનો ઉપદ્રવ વધવાની સંભાવના રહેલ છે.

આણંદ- ખેડા જિલ્લામાં કપાસનું વાવેતર 1200 હેકટર જેટલું થયું છે. હાલ કપાસનો પાક તૈયાર થઇ ગયો છે.તેમજ જીંડવા બેસી ગયા છે.જેથી તૈયાર થયેલો કપાસ પલળી જતાં તેને નુકશાન થવાની સંભાવના છે. હાલ બંને જિલ્લામાં 500 હેકટર કપાસના પાકને નુકશાન થવાની સંભાવના વર્તાઇ રહી છે. જો કે કપાસને વીણી લઇને તાપ નીકળે ત્યારે સુકવી દેવામાં આવે તો નુકશાન અટકાવી શકાય છે. અલબત્ત એક માત્ર કપાસના પાકમાં કિસાનોને કમોસમી વરસાદને કારણે સીધું નુકસાન થવાની સંભાવના છે. હાલના ભેજવાળા વાતાવરણને કારણે ખેડૂતોને ઘંઉની રોપણી કરવા માટે જિલ્લાના કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. ઉપરાંત ચણાના પાકને નુકશાન થવાની શકયતા વર્તાઇ રહી છે. જો કે ચરોતરમાં માત્ર 550 હેકટરમાં ચણાનું વાવેતર થયું છે.

હાલમાં ઘંઉ,તમાકુ, શાકભાજીના પાકને પિયતની જરૂર છે. ત્યારે સમયે ધીમ ધારે બે દિવસ વરસાદી છાંટા થયા હોવાથી તે ફાયદાકારક ગણાશે.

‘ચુસીયા’ જીવાતનો ઉપદ્વવ વધશે, નુકશાન

આણંદકૃષિ યુનિના ડો.કથિરિયાએ જણાવ્યું હતું કે કપાસના પાકને માવઠાના કારણે થોડુ નુકશાન થશે.જયારે ઘંઉ સહિતના પાકો માટે હાલના વરસાદી ઝાપટા ફાયદાકારક બનશે.જો કે માવઠા બાદ ચુસીયા જીવાતોનો ઉપદ્રવ વધી જાય છે. જે પાકને નુકશાન કરતાં હોય છે.તેથી ખેડૂતોએ જીવાતોના ઉપદ્રવને અટકાવવા માટે દવાનો છંટકાવ કરવો પડશે

ઘઉં સહિતના પાકને પીયતના ટાઇમે માવઠાથી ફાયદો પણ તકેદારી જરુરી

અન્ય સમાચારો પણ છે...