ચોરોએ તિજોરી ભીંતમાંથી છૂટી પાડી ખસેડી પણ તોડી ન શક્યા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:11 AM IST
Anand News - latest anand news 021137
બોરસદ તાલુકાના અલારસા ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં બુધવારે રાત્રે તસ્કરોએ તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, તિજોરીનું લોક ન તૂટતાં તેમજ તિજોરી વજનદાર હોય તસ્કરો તેને લઈ જવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. જેથી રોકાણકારોના બચતના રૂા. એક લાખ બચી ગયા હતા. આ સંદર્ભે બોરસદ શહેર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અલારસા ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હસનખાન અબ્દુલ હમીદખાન પઠાણ ગુરૂવારે સવારે પોસ્ટ ઓફિસ પર આવ્યા હતા. દરમિયાન, એ સમયે પોસ્ટ ઓફિસની જાળી તૂટેલી હતી. વધુમાં મુખ્ય તિજોરી જે ભીંત સાથે ફીટ કરેલી હતી તેને પણ છૂટી પાડી દઈ બીજા રૂમમાં લઈ ગયા હતા પરંતુ તસ્કરો તેનું લોક તોડી શક્યા નહોતા. તિજોરી વજનદાર તેમજ મોટી હોઈ તેને લઈ પણ જઈ જવામાં નિષ્ફળ રહ્યાં હતાં. જેથી તિજોરીમાં રોકાણકારોની બચતના રૂા. એક લાખ હતાં તે બચી ગયા હતા.

X
Anand News - latest anand news 021137
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી