આણંદમાંથી ઓવરલોડ વીજચોરી કરતા 20 ઝડપાયા

MGVCLએ 250 વીજધારકોનું ચેકિંગ હાથ ધર્યુ, કસૂરવારો પાસેથી 17600નો દંડ વસૂલ્યો

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:11 AM
Anand News - latest anand news 021130
આણંદ વિદ્યાનગર વિજકંપની દ્વારા ટીમો બનાવીને આસ્કમિક રીતે વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઓવરલોડ વીજ કરંટ વાપરતા 20 ગ્રાહકોને રૂા.17,600 દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આણંદ શહેરમાં વીજ ધારકો દ્વારા બે કિલો વીજલોડ હોવા છતાં ચાર કિલો જેટલી વીજલોડ વાપરવામાં આવતી હોય છે. જેના પગલે વીજભાર વધી જવાના પગલે શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ટ્રાન્સફોર્મર (વીજ ડીપી) બળી જવાના બનાવો થતાં હોય છે. જે સંદર્ભે એમ.જી.વી.સી.એલ દ્વારા 250 ઉપરાંત વીજધારકોના વીજ મીટરો ચેકિંગ કરાતા આણંદ શાસ્ત્રી ડિવીઝન અને વિદ્યાનગર સબ સ્ટેશનનાં કુલ 20 વીજ ધારકો વધારે વીજલોડ ચોરીમાં ઝડપી પાડવામાં આવ્યાં હતાં. ઉપરાંત કરમસદ, ઉમરેઠમાં પણ ટીમો બનાવી ચેકીંગ કાર્યવાહી હાથ ધરાશે.

X
Anand News - latest anand news 021130
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App